અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1320 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1218 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75453 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1160.81 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,35,369 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1320 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1218 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 82398 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.02% ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડમાં આભ ફાટ્યું: એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા જળબંબાકાર


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,53,061 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,51,582 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 1479 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે. 


સુરત : પૂર્વ પ્રેમીએ સગીરા સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર કરી વાયરલ અને...


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16219 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 16127 લોકો સ્ટેબલ છે. 82398 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3078 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 2, સુરત 1, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 વ્યક્તિનો સમાવેશ થાય ચે. આ પ્રકારે કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube