Gujarat Corona Update: ગુજરાતે કોરોના પર મેળવ્યો કંટ્રોલ, માત્ર 138 નવા કેસ નોંધાયા
આજે રાજ્ય (Gujarat) માં કોરોના (Coronavirus) ને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1 જામનગરમાં 1, અને સુરત શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.
ગાંધીનગર: દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150ની નીચે કોરોનાના કેસો (Covid 19 Case) પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
AMTS-BRTS બસમાં મુસાફરી માટે વેક્સીન જરૂરી, અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ
ગુજરાત (Gujarat) માં આજે પણ કોરોના કેસ (Corona Case) માં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર (State Government) દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 138 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 487 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.20 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 4807 કોરોનાના કુલ એક્ટિવ કેસ (Active Case) છે. 81 લોકો વેન્ટિલેટર પર છે. 4726 લોકો સ્ટેબલ છે. 8,07,911 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 03 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,040 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
રાહુલ ગાંધી આવતીકાલે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી
આજે રાજ્ય (Gujarat) માં કોરોના (Coronavirus) ને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1 જામનગરમાં 1, અને સુરત શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 3 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 4,48,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube