ગાંધીનગર : રાજ્યમાં 10 કેસ સુધી ગયા બાદ ફરી એકવાર કેસોમાં ઉછાળો આવ્યો છે જે ચિંતાજનક છે. આજે રાજ્યમાં કુલ 15 કેસ આવ્યા તો બીજી તરફ 16 દર્દી સાજા પણ થયા. અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે. રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા દિકરા પર બળાત્કાર શું કોઇ કેસ નહી થવા દઉ, ભલે મોજ કરતો: નકલી IB ઓફિસર ઝડપાયો


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 148 કેસ એક્ટીવ છે. જે પૈકી 06 લોકો વેન્ટીલેટર પર છે. 142 નાગરિકો સ્ટેબલ છે. 8,15,246 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યા છે. અત્યાર સુધીમાં 10082 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, કચ્છમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 1 અને વડોદરામાં 1 કેસ સામે આવ્યો છે. 


ભાદરવી અંગે અસમંજસ પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો, 1 કિલોમીટર લાંબી ધજા ચડાવાઇ


બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 21ને પ્રથમ 3187 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 60317 નાગરિકોને રસીનો પ્રથમ અને 35449 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષનાં 174558 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 80997 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 3,54,529 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 4,86,23,043 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube