અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1565 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 969 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,74,249 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા પર પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુણાવાડામાં વિદેશ મોકલવાનાં નામે બંટી બબલીએ આચરી ઠગાઇ, પોલીસે કરી બંન્નેની ધરપકડ


અત્યાર સુધીમાં કુલ 28,36,204 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,92,712 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 34,28,916 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,87,654 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


BHAVNAGAR ના ડોક્ટરે શોધી કાઢ્યો કોરોનાનો અક્સીર ઉપાય, એક ચમચી પીઓ ક્યારેય કોરોના નહી થાય


રાજ્યમાં કોરોનાનાં કુલ 1565 દર્દી નોંધાયા અને રાજ્યમાંથી 969 દર્દીઓ સાજા થયા. આ ઉપરાંત રાજ્યનો રિકવરી રેટ ઘટીને 96.08 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,74,249 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 6737 કોરોનાના એક્ટિવ કેસ છે. 69 લોકો વેન્ટિલેટર પર છે. 6668 લોકો સ્ટેબલ છે. 2,74,249 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4443 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 06 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 2, સુરત કોર્પોરેશનનાં 2, રાજકોટનાં 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 વ્યક્તિ સહિત કુલ 06 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube