GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 17 દર્દી સાજા થયા, 01 નાગરિકનું મોત
ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ આજે નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ આજે નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે.
ઘર ખરીદી રહ્યા છો તો ધ્યાન રાખજો! બિલ્ડરની ભુલના કારણે આખી સોસાયટી જેલમાં જાય તેવી શક્યતા
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 149 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 144 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાને કારણે ભાવનગરમાં 1 નાગરિકનું મોત થયું છે. સૌથી મહત્વનું છે કે, રાજ્યનો રિકવરી રેટમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.
યુવક પોતાની પૂર્વ પ્રેમિકાને ભગાડી ગયો અલગ અલગ સ્થળે ફેરવીને કર્યું એવું ગંદુ કામ કે...
રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24 વર્કરને રસીને પ્રથમ ડોઝ તો 4853 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 89631ને રસીનો પ્રથમ ડોઝ અને 60219 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 262781 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 108310 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે 5,28,818 કુલ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. અત્યારસુધીમાં રસીના કુલ 4,82,68,514 લોકોને રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube