ઘર ખરીદી રહ્યા છો તો ધ્યાન રાખજો! બિલ્ડરની ભુલના કારણે આખી સોસાયટી જેલમાં જાય તેવી શક્યતા

અમદાવાદના ચાંદલોડિયામાં ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં બિલ્ડરના વાંકે આખી સોસાયટીને જેલમાં જવુ પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. 

ઘર ખરીદી રહ્યા છો તો ધ્યાન રાખજો! બિલ્ડરની ભુલના કારણે આખી સોસાયટી જેલમાં જાય તેવી શક્યતા

ઉદય રંજન/અમદાવાદ : ચાંદલોડિયામાં સરકારી જમીન પર ગેરકાયદેસર સોસાયટીનું બાંધકામ કરતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ સોસાયટીના તમામ રહીશો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ચાંદલોડિયામાં આવેલી સર્વે નંબર 169 સરકારી જમીન હોવા છતાં ગફુરભાઈ દેસાઈ અને સોસાયટીના રહીશોએ ગેરકાયદે બાંધકામ કરીને રહેણાંક બનાવી દેતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

ઉલ્લેખનિય છે કે ગફુરભાઈ દેસાઈએ સરકારી જમીન પચાવીને તેમાં કૃષ્ણનગર સોસાયટી બનાવી હતી.. આ સોસાયટી ના રહીસે મકાનના વિવાદમાં કલેકટરને અરજી કરતા તપાસમાં આ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ થયું હોવાનું ખુલ્યું હતું. જેથી સોલા પોલીસે ગફુરભાઈ અને સોસાયટીના તમામ રહીશો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર સોસાયટી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ કેસ દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ કેસ દાખલ થાય તો આખી સોસાયટીના લોકોને જેલમાં જવું પડે તેવી શક્યતા છે. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. જો કે આ કેસ જો સાબિત થાય તો સરકારી જમીન પર અતિક્રમણ કરવાના કેસમાં તમામ લોકોને જેલમાં જવું પડે તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news