GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં આજે 18 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 8,58,029 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ગાંધીનગર : ગુજરાતમાં આજે 18 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 8,58,029 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
GANDHINAGAR: શિવાંશનો તેની માતા સાથેનો અંતિમ VIDEO જોઇ પોક મુકીને રડી પડશો
હાલ રાજ્યમાં કુલ 183 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,872 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં 10086 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થઇ ચુક્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 4, વલસાડ 4, સુરત2 અને વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે.
રડતા શિવાંશની નજર સામે જ સચિને હિનાનુ ગળુ દબાવ્યુ હતું, અને લાશને પેક કરીને કિચનમાં મૂકી હતી
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇ વર્કર પૈકી 40 ડોઝ અને 11374 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 74555 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 190229 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2,30,464 અને 3,51,367 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં કુલ 6,50,26,318 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube