ગાંધીનગર : રાજ્ય (Gujarat) માં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 23 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 27 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,885 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 5,97,748 દર્દીઓનું રસીકરણ થયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ નહીં આપતાં PM અને CM ને કરી રજૂઆત, 'હું ગરીબ છું એટલે ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ'


જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 178 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 171 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,885 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 5, સુરત 3, અમદાવાદ 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જુનાગઢ કોર્પોરેશન 1 અને નવસારી 1 એમ કુલ 23 કેસ નોંધાયા છે.  

World Organ Transplant Day: કિડની હોસ્પિટલમાં 500 કરતાં વધુ દર્દીઓ કિડની માટે વેઇટિંગ લિસ્ટમાં


જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 97 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4726 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,27,356 નાગરિકોને રસીનો પ્રથમ અને 61,829 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,81,507 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 22,233 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 5,97,748 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 3,91,88,409 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube