ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યનાં 25 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 54 દર્દીઓ રિકવર થયા છે. તો બીજી તરફ 12,12,304 નાગરિકો કોરોનાને મ્હાત કરી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. તો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,77,920 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલો બધો વિકાસ? સુરતનો રીક્ષા ચાલક હતો કરોડોની કંપનીનો માલિક, ખબર પડી તે સાથે જ...


હાલ રાજ્યમાં માત્ર 443 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 438 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,12,304 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10939 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશન 4, ગાંધીનગર કોર્પોરેશન 2, આણંદ, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, મહેસાણા, નવસારી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 


પતિએ નેપાળી પત્નીને કહ્યું, તને પૂજા કરતા જ નથી આવડતું, એક ખાસ પૂજા શિખવાડવાની છે અને...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારે ઉંમરના 4883 ને રસીનો પ્રથમ અને 25432 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1492 ને પ્રથમ અને 21139 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ ઉપરાંત 9766 ને પ્રિકોર્શન ડોઝ અને 12-14 વર્ષના તરૂણોમાં 215208 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. આજે કુલ 2,77,920 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 10,43,98,758 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube