ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં જબરજસ્ત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ રિકવરી રેટ પણ ખુબ જ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,36,541 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. જે 93.36 ટકાએ પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા માત્ર 2521 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 7965 દર્દીઓ સાજા થયા અને અત્યાર સુધીમાં 7,50,015 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો રાજ્યનાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 43,611 કિસ્સા નોંધાયા છે. જે પૈકી 562 લોકો વેન્ટિલેટર પર છે. 43049 લોકો સ્ટેબલ છે. 7,50,015 લોકોને ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે. 9761 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 27 લોકોનાં મોત નિપજ્યાં છે. 


રસીકરણ પણ જોરશોરમાં
રાજ્યમાં રસીકરણ પણ ખુબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. 4730 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ અને 5561 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો 82301 લોકોને પ્રથમ ડોઝ અને 29610 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 સુધીનાં 1,14,339 લોકોને રસીનાં પ્રથમ ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube