GUJARAT CORONA UPDATE: નવા 27 કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના આજે નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,726 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ સુધર્યો છે. કોરોનાનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે ગાંધી જયંતી પ્રસંગે 1,64,596 રસીના ડોઝ અપાયા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,726 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ સુધર્યો છે. કોરોનાનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે ગાંધી જયંતી પ્રસંગે 1,64,596 રસીના ડોઝ અપાયા છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 167 નાગરિકો સ્ટેબલ છે. 8,15,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. તો બીજી તરફ 10082 નાગરિકો અત્યાર સુધીમાં કોરોના સામે હારી ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નથી થયું જે સકારાત્મક સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 8, વલસાડ 3, વડોદરા કોર્પોરેશન 2, ભામનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, સુરત માં 1-1 કેસ આવ્યા છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 27 કેસ નોંધાયા છે.
સસરાએ કહ્યું, તારા સાસુ તો બોલ્યા કરે બેટા આવ દહેજની કોઇ જરૂર નથી મને ખુશ કરી દે એટલે...
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 2 ને રસીનો પ્રથમ અને 1254 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 18645 નાગરિકોને રસીનો પ્રથમ અને 26036 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 51969 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 66690 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 1,64,596 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 6,13,81,512 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube