GUJARAT CORONA UPDATE: નવા 28 કેસ, 34 દર્દી સાજા થયા એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 34 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,750 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1,49,969 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 34 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,750 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1,49,969 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
ડ્રાઇવિંગ સ્કુલ એસોસિએશનનાં નેશનલ કન્વેશનનો પ્રારંભ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ કરાવ્યો
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 199 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિક વેન્ટિલેટર પર છે. તમામ 197 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,750 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 17, ગાંધીનગર કોર્પોરેશન-વડોદરા કોર્પોરેશનમાં 4-4, સુરત કોર્પોરેશન 2 અને નવસારીમાં કોરોનાનો 1 કેસ નોંધાયો હતો.
ચોખાની ચોરી કરી ચોર ભાગ્યા પરંતુ અકસ્માત થયો અને એકનું ઘટના સ્થળે જ મોત અને...
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 999 નાગરિકોને રસીનો પ્રથમ અને 34974 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 276 ને રસીનો પ્રથમ અને 14284 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 65597 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 1589 ને રસીનો પ્રથમ અને 32250 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,49,969 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,87,52,829 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube