ચોખાની ચોરી કરી ચોર ભાગ્યા પરંતુ અકસ્માત થયો અને એકનું ઘટના સ્થળે જ મોત અને...

શહેરમાં તાજેતરમાં ચોરીનો એક એવો બનાવ બન્યો કે જ્યાં ચોરી કરી મુદ્દામાલ છુપાવી આરોપીઓ ફરાર થતાં હતા. તે સમયે આરોપીઓની રીક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં એક આરોપીનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બે ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે બનાવ દરિયાપુર વિસ્તારમાં આવેલ લાટ બજારની એક દુકાનમાંથી ચોખા ભરેલ બોરાની ચોરીનો બન્યો હતો.

ચોખાની ચોરી કરી ચોર ભાગ્યા પરંતુ અકસ્માત થયો અને એકનું ઘટના સ્થળે જ મોત અને...

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં તાજેતરમાં ચોરીનો એક એવો બનાવ બન્યો કે જ્યાં ચોરી કરી મુદ્દામાલ છુપાવી આરોપીઓ ફરાર થતાં હતા. તે સમયે આરોપીઓની રીક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં એક આરોપીનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બે ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે બનાવ દરિયાપુર વિસ્તારમાં આવેલ લાટ બજારની એક દુકાનમાંથી ચોખા ભરેલ બોરાની ચોરીનો બન્યો હતો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગત સપ્તાહે 13 કટ્ટા ચોખાની ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા દરિયાપુર પોલીસે મોહમ્મદ અમિદ સૈયદ અને અલ્તાફ સૈયદની ધરપકડ કરી ચોરીના ચોખા કબજે કર્યા છે. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની સાથે મોહમ્મદ બિસ્મિલ્લાહ અકબરની સંડોવણી સામે આવી હતી. પરંતુ ચોરી કર્યાના કલાકો બાદ જ આરોપીની રિક્ષાને એક અકસ્માત નડ્યો હતો. જેમાં બિસ્મિલ્લાનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવ્યું કે ગુના માટે વપરાયેલી રીક્ષા પણ ચોરીની હતી.

ચોખા ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા છે. જે રીક્ષામાં ચોરી કરવામાં આવી હતી. રિકશા અંગે તપાસ કરતાં હકીકત સામે આવી કે, ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. તે જ રિક્ષામાં ચોરીને અંજામ અપાયો હતો. બાદમાં ચોરીની રિક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનો મૃત્યુ નીપજ્યું હતું. એટલે કે એક જ રાતમાં ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયા હતા. જે ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

એક જ રાતમાં ત્રણ બનાવો બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે નારોલથી ચોરી થયા બાદ રિક્ષા દરીયાપુર દાણીલીમડા અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ફરી હતી. પરંતુ એક પણ જગ્યાએ પોલીસે તેની તપાસ કરી ન હતી. સાથે જ અકસ્માતનો બનાવ બન્યો હોવા છતાં ચોરીની રીક્ષા હોવાનું સામે નથી આવ્યું. ત્યારે ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર શહેર પોલીસના હાથમાં સુરક્ષિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news