GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 2875, 2024 સાજા થયા, 14 લોકોનાં મોત
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2875 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 2875 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2024 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,98,737 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.81 ટકાએ પહોંચ્યો હતો.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2875 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 2875 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2024 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,98,737 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.81 ટકાએ પહોંચ્યો હતો.
સમાધિના નામે મહેસાણામાં તાયફો, મામલતદાર-DySP એક બીજાને જવાબદારીની ટોપી ઓઢાડી રવાના
અત્યાર સુધીમાં 64,89,441 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,83,043 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 72,72,484 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારેના કુલ 2,28,674 વયના અને 45-60 વર્ષનાં કુલ 2,28,674 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 17,362 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
સી.આર પાટીલના પુત્રના જન્મ દિવસની ઉજવણીના નામે જાહેરમાં તાયફો, તમામ નિયમોના ધજાગરા
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 15,135 એક્ટિવ દર્દી છે, જે પૈકી 163 લોકો વેન્ટિલેટર પર છે અને 14,972 લોકો સ્ટેબલ છે. 2,98,737 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4566 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 14 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી, વડોદરા કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિ સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube