ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આંકડા જેમ જેમ દિવાળી નજીક આવતી જાય છે તેમ તેમ વધતા જાય છે. રાજ્યમાં આજે કોરોનાનાં 30 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 27 દર્દી સાજા પણ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના કારણે કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. આજે રસીના કુલ 3,02,746 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારની રાતોમાં પોલીસ થાકીને લોથ થઇ ગઇ, અચાનક DCP એ આવીને એવું કર્યું કે...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 199 કેસ એક્ટિવ છે. 06 વેન્ટીલેટર પર છે. જ્યારે 193 નાગરિકો સ્ટેબલ છે. 8,16,338 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10090 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશન 5, વલસાડ 4, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, નવસારી અને સુરત કોર્પોરેશનમાં 3-3 કેસ નોંધાયા છે. કચ્છ અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો હતો. આ પ્રકારે આજે કુલ 30 કેસ નોંધાયા છે. 


દિવાળી ટાણે ડુપ્લીકેટ મીઠાઇ તો નથી ખાઇ રહ્યા ને? આ રીતે ઘરે બેઠા ચેક કરો


હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ, 1204 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13254 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 68392 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષા નાગરિકો પૈકી 29524 નાગરિકોને રસીનો પ્રથમ અને 190367 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,02,746 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,13,28,377 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube