તહેવારની રાતોમાં પોલીસ થાકીને લોથ થઇ ગઇ, અચાનક DCP એ આવીને એવું કર્યું કે...
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : આગામી દિવાળી અને નવા વર્ષના તહેવારોમા પોલીસનો બંધોબસ્ત સ્વાભાવિક પણે ગોઠવાતો હોય છે. ત્યારે પોલીસ તેમના પરિવાર સાથે તહેવારની ઉજવણી નથી કરી શકતી. જેને પગલે ટ્રાફિકના પૂર્વ વિભાગના ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા અનોખું આયોજન ટ્રાફિક પોલીસ માટે કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રી દરમ્યાન પોતાની ફરજ બાદ રોલકોલ બોલાવી ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને જી ડીવીઝન ટ્રાફિક વિભાગ પોલીસ સ્ટેશનનો સોથી મહત્વનો ગણાતો ઈન્દીરા બ્રિજ પોઇન્ટ 24 કલાક રાખવામાં આવેલો પોઇન્ટ છે. જેમાં દિવાળી અને નવા વર્ષમાં સતત VVIP ગેસ્ટની અવર જવર વધુ રહેવાની સાથે નાઈટ પેટ્રોલિંગના પોઇન્ટ પણ ગોઠવવામાં આવે છે. જેથી કરી પોલીસકર્મીઓ દિવાળી શુભેચ્છા પાઠવવા પણ એકઠા થઇ શકતા નથી.
જેને પગલે મોડી રાત્રે 12 વાગ્યે મુલાકાત ગોઠવી આવનારા દિવસનો બંધોબસ્ત પણ સોંપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ જવાનો સહિત TRB અને હોમગાર્ડ જવાનો ને પણ સામેલ કરવામાં આવ્યા હતા.જેથી કામગીરી પ્રત્યે તેમનો ઉત્સાહ વધે. બંધોબસ્તમાં વ્યસ્ત ટ્રાફિક જવાનોને દિવાળીની શુભેચ્છા આપવા મોડી રાત્રે પોહચ્યાં DCP, બંધોબસ્ત પતાવી TRB અને હોમગાર્ડ જવાનો સાથે પણ કરી મુલાકાત ગોઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે