ગાંધીનગર :  રાજયમાં કોરોનાના કેસ હવે ઘટ્યા બાદ વધ્યા અને હવે સ્ટેબલ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા હતા. આજે 57 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 8,14,413 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ સરકાર ખુબ લડી રહી છે. 3,69,164 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rajkot માં સગર્ભા મહિલાના ઘરમાં ઘૂસી ગોળી ધરબી કરાઈ નિર્મમ હત્યા, હત્યારો પૂર્વ પતિ પોલીસ સકંજામાં


અત્યાર સુધી 285 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.


ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો, 11 ગામોના પીવાની પાણીની સમસ્યા ઉકેલાઈ


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 110 લોકોને પ્રથમ અને 8373 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 64615 લોકોને રસીનો પ્રથમ અને 63370 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 187414 લોકોને રસીનો પ્રથમ અને 45282 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,69,164 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,21,75,416 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube