GUJARAT CORONA UPDATE: નવા 32 કેસ, 262 સાજા થયા, 23 જિલ્લામાં એક પણ કેસ નહી
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ છે. રાજ્યમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. 262 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,13,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 2,54,759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ છે. રાજ્યમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. 262 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,13,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 2,54,759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વર્ષો સુધી સામ સામે લડ્યા, હવે સાથે છીએ, નરહરિ અમીન લડાયક નેતા છે: અમિત શાહ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 801 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે પૈકી 07 લોકો વેન્ટીલેટર પર છે. 794 લોકો સ્ટેબલ છે. 8,13,399 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10074 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે માત્ર 01 વ્યક્તિનું મોત આણંદમાં થયું છે. 20 જિલ્લાઓમાં એક પણ કેસ નહી. એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નહી.
SURAT: આત્મહત્યા કરવા જઇ રહેલી મહિલાને 181 અભયમ હેલ્પ લાઇને કર્યો બચાવ
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171લોકોને પ્રથમ ડોઝ અને 10277 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 42235 લોકોને પ્રથમ અને 69589 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 1,26,017 લોકોને રસીનો પ્રથમ અને 6470 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube