વર્ષો સુધી સામ સામે લડ્યા, હવે સાથે છીએ, નરહરિ અમીન લડાયક નેતા છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરી અમીન વચ્ચેનો ઝઘડો અને દુશ્મની થી રાજકીય જગત સંપૂર્ણ વાકેફ છે ત્યારે આજે અચાનક નરહરી અમીન સંચાલિત ટ્રસ્ટના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા છે તેમના ભરપૂર વખાણ કર્યા. અમિત શાહે કહ્યું કે વર્ષો સુધી અમે સામ સામે લડ્યા અને હવે સાથે લડી રહ્યા છીએ. નરહરી અમીન લડાયક નેતા છે અને છેલ્લે સુધી મેદાન છોડતા નથી. મને એનો ખૂબ અનુભવ છે કારણકે વર્ષો સુધી અમે એકબીજા સામે લડ્યા છીએ પણ હવે છેલ્લા 9 વર્ષથી અમે સાથે લડીએ છીએ.
વર્ષો સુધી સામ સામે લડ્યા, હવે સાથે છીએ, નરહરિ અમીન લડાયક નેતા છે: અમિત શાહ

બ્રિજેશ દોશી/ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરી અમીન વચ્ચેનો ઝઘડો અને દુશ્મની થી રાજકીય જગત સંપૂર્ણ વાકેફ છે ત્યારે આજે અચાનક નરહરી અમીન સંચાલિત ટ્રસ્ટના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા છે તેમના ભરપૂર વખાણ કર્યા. અમિત શાહે કહ્યું કે વર્ષો સુધી અમે સામ સામે લડ્યા અને હવે સાથે લડી રહ્યા છીએ. નરહરી અમીન લડાયક નેતા છે અને છેલ્લે સુધી મેદાન છોડતા નથી. મને એનો ખૂબ અનુભવ છે કારણકે વર્ષો સુધી અમે એકબીજા સામે લડ્યા છીએ પણ હવે છેલ્લા 9 વર્ષથી અમે સાથે લડીએ છીએ.

સામાન્ય રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ક્યારેય કોઈ જાહેર કાર્યક્રમમાં પોતાના વિરોધીઓના જુના કિસ્સાઓ અંગે વાત નથી કરતા પણ આજે અડાલજમાં કોમ્યુનિટી સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન તેમણે આ વાત કરીને પોતાની નરહરી અમીન સાથેની જૂની રાજકીય દુશ્મની પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે. નરહરી અમીન વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીપહેલા ભાજપમાં જોડાયા હતા ત્યારથી તેમની વિધાનસભા ચૂંટણી લડીને મંત્રી બનવાની વાતો ચાલતી હતી પણ તેઓ ચૂંટણી લડી શક્યા નહીં. 2014માં લોકસભા ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની ગયા અને નરહરી અમીનની રાજકીય કારકિર્દી પર સવાલો ઉઠ્યા કારણકે જે તે સમયે તેઓ કોંગ્રેસમાં મજબૂત નેતા તરીકે સ્થાપિત હતા અને ભૂતકાળની સરકારોમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી ચુક્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટીકીટ ન મળી જેની પાછળનું કારણ રાજકીય તજજ્ઞો અમિત શાહ સાથેની રાજકીય દુશ્મની ગણાવી રહ્યા હતા. અંતે વર્ષ 2020ની રાજ્યસભા ચૂંટણી માં ભાજપે તેમને ટીકીટ આપી અને તેઓ સાંસદ બન્યા. ભાજપમાં તેમને કોઈ મહત્વનું સ્થાન મળે તેના અંગે આશંકાઓ હતી જેની પાછળનું મુખ્ય કારણ જે તે સમયે ગુજરાત ક્રિકેટ એસોસિએશન પરની વર્ચસ્વની લડાઈ હતું. આ જે 9 વર્ષ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કાર્યક્રમ માં તે બંને હવે સાથે લડતા હોવાની વાત કરીને રાજકીય દુશ્મની અને વિરોધીઓ ની અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે સાથે જ ભવિષ્યમાં હવે આ બાબતે કોઈ વિવાદ ન થાય તેનો પણ સંકેત આપ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના સંસદીય મતવિસ્તારના પ્રવાસ દરમિયાન અડાલજમાં કોમ્યુનિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. જેમાં મુખ્યમંત્રી, ગૃહ રાજયમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમ અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટનો હતો. જેમાં મુખ્ય આગેવાન ભાજપના રાજ્યસભા સાંસદ નરહરી અમીન છે. 2 વખતથી આ કાર્યક્રમ કોરોનાના કારણે મોકૂફ રહેતો હતો પણ આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી ના પ્રવાસમાં તે શક્ય બન્યો અને સાથે જ રાજકીય મેસેજ પણ આપ્યો. આ સંકુલમાં બની રહેલી હોસ્ટેલનું લોકાર્પણ પીએમ મોદીમાં હસ્તે કરાવવાની નેમ પણ નરહરી અમીને વ્યક્તિ કરી..ત્યારે જોવાનું એ રહેશે કે વર્ષો જૂની રાજકીય દુશ્મનીના અંતની આગામી અસરો કેવી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news