ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 31 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,837 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 90,076 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારા શરીર પર ટેટુ છે તો સરકારી નોકરી ભૂલી જજો, જાણો સરકારના નવા નિયમ વિશે


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 186 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,837 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 24, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 2, , ખેડા, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 35 કેસ નોંધાયા હતા.


આણંદમાં દારૂ વેચતી મહિલાઓ હવે હેવમોરનાં પાર્લરમાં આઇસક્રીમ વેચશે


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 975 નાગરિકોને રસીનો પ્રથમ અને 30319 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 165 ને રસીનો પ્રથમ અને 4686 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 40341 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 668 ને રસીનો પ્રથમ અને 12922 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 90,076 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,95,58,251 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube