આણંદમાં દારૂ વેચતી મહિલાઓ હવે હેવમોરનાં પાર્લરમાં આઇસક્રીમ વેચશે
જિલ્લામાં પોલીસના સહયોગથી દારૂ વેચનારી મહિલા હવે દારૂના ધંધાને તિલાંજલિ આપી આઈસ્ક્રીમનું વેચાણ કરશે. જી હા દારૂના બદનામ ધંધાને છોડી મહિલાએ આજથી આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરી આઈસ્ક્રીમ વેચાણ કરશે. આણંદ શહેરમાં વિદ્યા ડેરી રોડ પર રહેતા દક્ષાબેન ચૌહાણ અગાઉ દારૂનો વ્યવસાય કરતા હતા. દારૂ વેચવા બદલ તેમની વિરુદ્ધ પાંચ જેટલા ગુનાઓ નોંધાયા હતા.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ : જિલ્લામાં પોલીસના સહયોગથી દારૂ વેચનારી મહિલા હવે દારૂના ધંધાને તિલાંજલિ આપી આઈસ્ક્રીમનું વેચાણ કરશે. જી હા દારૂના બદનામ ધંધાને છોડી મહિલાએ આજથી આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરી આઈસ્ક્રીમ વેચાણ કરશે. આણંદ શહેરમાં વિદ્યા ડેરી રોડ પર રહેતા દક્ષાબેન ચૌહાણ અગાઉ દારૂનો વ્યવસાય કરતા હતા. દારૂ વેચવા બદલ તેમની વિરુદ્ધ પાંચ જેટલા ગુનાઓ નોંધાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા દારૂનો વેચાણ કરતી મહિલાઓને આ બદનામ વ્યવસાયમાંથી બહાર લાવી સામાજિક જીવનમાં પુનઃ વસન કરવાનું નક્કી કરતા આણંદના પોલીસ અધિક્ષક અજિત રાજયણએ મહિલાને બોલાવી દારૂનો ધંધો બંધ કરી અન્ય ધંધો શરૂ કરવા સમજાવી હતી. અને હેવમોર કંપનીના સહયોગથી મહિલાને પોલીસ અધિક્ષકની કચેરી બહાર આઈસ્ક્રીમ વેંડોર પાર્લર શરૂ કરી આપ્યું છે. જેથી દક્ષાબેન દારૂનો વ્યવસાય છોડી આજથી આઈસ્ક્રીમનું વેચાણ શરૂ કર્યું છે.
આજે કલેકટર મનોજ દક્ષિણીએ આઈસ્ક્રીમ પાર્લરનું ઉદઘાટન કરી આઈસ્ક્રીમની ખરીદી કરી હતી. મહિલાને શુભેચ્છા પાઠવી હતી. જયારે દક્ષાબેન ચૌહાણએ પોલીસનો આભાર માની અન્ય મહિલાઓને પણ દારૂનો બદનામ વ્યવસાય ત્યજીને સારો ધંધો કરી પરિવારને આગળ વિકાસના માર્ગે લઈ જવા અનુરોધ કર્યો હતો.પ્રાથમિક તબક્કે આ એક આઈસ્ક્રીમ પાર્લર શરૂ કર્યું છે. અને ભવિષ્યમાં શહેરમાં અન્ય જગ્યાઓએ આઈસ્ક્રીમ પાર્લર સહિત અન્ય વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરી દારૂના વ્યવસાયમાંથી બહાર લાવી સામાજિક ક્ષેત્રે પુનઃવસન કરવામાં આવશે તેમ પોલીસ અધિક્ષક અજિત રાજયણએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે