GUJARAT CORONA UPDATE: નવા 405 કેસ,1106 સાજા થયા, 6 લોકોનાં મોત, સેકન્ડ વેવના અંતનો આરંભ
ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ચુક્યો છે. ગુજરાતમાં આજે કુલ 2,93,131 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 97.62 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 405 કેસ નોંધાયા છે. જ્યારે 1106 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ચુક્યો છે. ગુજરાતમાં આજે કુલ 2,93,131 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 97.62 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 405 કેસ નોંધાયા છે. જ્યારે 1106 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ઉચ્ચ રિકવરી રેટ અને કોરોનાનો ઘટતો આંકડો
જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 9542 એક્ટિવ કેસ છે. 223 લોકો વેન્ટીલેટર પર છે. 9319 લોકો સ્ટેબલ છે. બીજી તરફ 801181 લોકોને ડીસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. કોરોનાને કારણે આજે કુલ 6 નાગરિકોનાં મોત નિપજ્યાં છે. 10,003 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.
યુદ્ધનાં ધોરણે રસીકરણ
રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3443 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પ્રથમ ડોઝ જ્યારે 2150 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 થી વધારે ઉંમરનાં 56222 નાગરિકોને પ્રથમ ડોઝ ત્યારે 26186 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે 18-45 વર્ષના 1,99,812 લોકોને પ્રથમ ડોઝ અને 5318 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube