ગાંધીનગર : રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રોજિંદા કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે નવા 42 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 262 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.66 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણ પણ જોરોશોરોથી કરી રહી છે. રાજ્યમાં 2,32,949 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ફરી સક્રિય થયું ચોમાસું, સૌરાષ્ટ્રનાં દરિયામાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 931 કુલ સારવાર હેઠળ છે. જે પૈકી 09 લોકો વેન્ટિલેટર પર છે. 922 લોકો સ્ટેબલ છે. 8,13,238 લોકોને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 10073 લોકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. અત્રે નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસથી કોરોનાને કારણે રાજ્યમાં એક પણ મોત નિપજ્યું નથી.


VALSAD: રિક્ષા ચાલક પતિએ ફિલ્મી સ્ટાઇલે કરી પત્નીની હત્યા, તિક્ષ્ણ હથિયાર માર્યું અને ખેલ ખલાસ પણ...


જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 175ને પ્રથમ અને 8930 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 38478 લોકોને પ્રથમ અને 64871 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 115506 લોકોને રસીનો પ્રથમ અને 4989 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 2,32,949 લોકોને આજનાં દિવસમાં રસી અપાઇ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 કુલ લોકોને રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube