રાજ્યમાં ફરી સક્રિય થયું ચોમાસું, સૌરાષ્ટ્રનાં દરિયામાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય હતુ તે ફરી એકવાર સક્રિય તઇ ચુક્યું છે. તેવામાં હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અત્રે નોંધનીય છે કે, વરસાદની તાતી જરૂર હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. 
રાજ્યમાં ફરી સક્રિય થયું ચોમાસું, સૌરાષ્ટ્રનાં દરિયામાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય હતુ તે ફરી એકવાર સક્રિય તઇ ચુક્યું છે. તેવામાં હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અત્રે નોંધનીય છે કે, વરસાદની તાતી જરૂર હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. 

સોમવારે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, આણંદ, અમદાવાદ, સાંબરકાઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા અને ભરૂચ નર્મદામાં વરસાદ પડી શકે છે. આ આગાહીમાં મંગળવારે રાજ્યના સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, અમરેલી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 4.90 ઇંચ સાથે અત્યાર સુધીનો કુલ 14.84 ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ આગામી ચાર દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે લાંબા સમય બાદ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. રાજ્યમાં મોરબી, મહેસાણા, ધોરાજી, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જેતપુર, રાજકોટ ગ્રામ્ય સહિતનાં જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news