હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 423 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 702 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,49,352 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: આ Brain Dead મહિલાએ ત્રણ વ્યક્તિઓને સજીવન કર્યાં


રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.39 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 


SURAT: 15 વર્ષનો બાળક ઘરેથી ખરીદી કરવા નિકળ્યો, 10 મિનિટ બાદ મૃત હાલતમાં ઘરની બહારથી મળ્યો


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,960 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 50 છે. જ્યારે 4,910 લોકો સ્ટેબલ છે. 2,49,352 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4375 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 01 વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 01 વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાતમાં માત્ર 01 મોત કોરોનાને કારણે નિપજ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube