GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 481 કેસ, 1526 રિકવર, 9 લોકોનાં મોત
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પર તબક્કાવાર રીતે સંપુર્ણ કાબુમાં આવી ચુકી છે. કોરોનાના કેસ એક સમયે 14 હજારને પાર પહોંચ્યા હતા જે હવે 400ની અંદર આવી ચુક્યા છે. ગુજરાત હવે કોરોના મુક્ત બનવા તરફ અગ્રેસર છે. વેપાર ધંધા ઉદ્યોગો પણ હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે અને સરકાર દ્વારા નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પર તબક્કાવાર રીતે સંપુર્ણ કાબુમાં આવી ચુકી છે. કોરોનાના કેસ એક સમયે 14 હજારને પાર પહોંચ્યા હતા જે હવે 400ની અંદર આવી ચુક્યા છે. ગુજરાત હવે કોરોના મુક્ત બનવા તરફ અગ્રેસર છે. વેપાર ધંધા ઉદ્યોગો પણ હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે અને સરકાર દ્વારા નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 481 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતનો રિકવરી રેટ પણ 97.36 ટકા જેટલો ઉંચો પહોંચ્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં રસીકરણ પણ ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે. આજે સાંજે 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 1526 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 7,97,734 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો 11657 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 296 વેન્ટિલેટર પર છે. 11361 સ્ટેબલ છે. 7,97,734 ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે, અત્યાર સુધીમાં 9985 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube