ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 6021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 6021 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2854 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,17,981 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 89.95 ટકાએ પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર પર લોકોને હવે નથી રહ્યો ભરોસો, હાઇકોર્ટની ટકોર સાચી પડી, સ્વયંભૂ કોવિડ વોર્ડનું નિર્માણ


અત્યાર સુધીમાં 82,37,367 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 11,12,678 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 93,50,045 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,73,196 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 42,558 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


લોકડાઉન અંગે અફવા ફેલાવનાર ટિખ્ખળીખોરની સુરત પોલીસે ધરપકડ કરી, તપાસમાં થયો ઘટસ્ફોટ


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 30,680 એક્ટિવ દર્દી છે, જે પૈકી 216 લોકો વેન્ટિલેટર પર છે અને 30,464 લોકો સ્ટેબલ છે. 3,17,981 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4855 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 55 લોકોનાં દુખદ નિધન થયા છે. અમદાવાદ કોર્પોરેશન 20, સુરત કોર્પોરેશન 17, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશન 4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1, સાબરકાંઠા 1, સુરતમાં 1 આ પ્રકારે કુલ 55 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube