સરકાર પર લોકોને હવે નથી રહ્યો ભરોસો, હાઇકોર્ટની ટકોર સાચી પડી, સ્વયંભૂ કોવિડ વોર્ડનું નિર્માણ

શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઘરે હોમ આઇશોલેશનની વ્યવસ્થા નથી તેમજ એક જ ઘરમાં બે કે ત્રણથી વધુ વ્યક્તિ કોરોના સંક્રમિત બને તો તેવા દર્દીઓ માટે પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકાર ની આરોગ્ય સેવા સાથે પૌષ્ટિક આહાર ની સગવડ પણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. 
સરકાર પર લોકોને હવે નથી રહ્યો ભરોસો, હાઇકોર્ટની ટકોર સાચી પડી, સ્વયંભૂ કોવિડ વોર્ડનું નિર્માણ

પ્રેમલ ત્રિવેદી/પાટણ : શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઘરે હોમ આઇશોલેશનની વ્યવસ્થા નથી તેમજ એક જ ઘરમાં બે કે ત્રણથી વધુ વ્યક્તિ કોરોના સંક્રમિત બને તો તેવા દર્દીઓ માટે પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકાર ની આરોગ્ય સેવા સાથે પૌષ્ટિક આહાર ની સગવડ પણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. 

શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક અને સાવચેત બન્યું છે. આ સાથે જ કોરોનાની કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા રમત ગમત સંકુલ ખાતે 100 બેડની સુવિધા ધરાવતા કોરોના કેર સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સેન્ટરને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખુલ્લુ મૂકાયું છે.

અમદાવાદ બાદ ગુજરાતનાં વધારે એક મહાનગરમાં પાનના ગલ્લાઓ બંધ કરવા આદેશ
આ સેન્ટરમાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ દર્દીઓને રહેવા- જમવાની સગવડ સાથે કોરોનાની ગાઈડલાઈનનુ સંપૂર્ણ પાલન કરી તેમની સારવાર કરવામાં શરૂ કરવામાં આવી છે. કોઈ પરિવારનાં બે કે તેથી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ હોય તો તેમના માટે અલગથી રૂમની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. 

તો આ ખાસ સુવિધામાં મેડિકલ સુવિધા, દવા , ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં જે સામન્ય કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓ છે તેમને આ કોવિડ કેર સેન્ટરમાં ખસેડી સારવાર શરૂ કરાઇ છે. જ્યારે કોરોનામાં ગંભીર દર્દી છે તેમને સરકારી હોસ્પિટલમાં બેડ મળી રહે અને તેમની સારી સારવાર થઈ શકે તે પ્રકાર ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ કોઈના ઘર નાના હોય અને પરિવારનો કોઈ સભ્ય કોરોના સંક્રમણમાં આવે અને હોમ આઈસોલેશન થવામાં તકલીફ પડે અને બીજા પરિવારના સભ્ય પણ કોરોના સંક્રમણ ન આવે તેવા દર્દીઓને આ કોરોના કેર સેન્ટર માં ખસેડી સારવાર આપવાની સુવિધા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસથી કરવામાં આવી રહયુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news