ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. હવે કોરોના સિંગલ ડિઝિટમાં આવી ચુક્યો છે. આજે કોરોનાના નવા 76 નવા કેસ નોંધાયા છે. જ્યારે 190 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી કુલ 8,11,169 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યનો રિકવરી રટે 98.47 એ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: 160 કિલો વજનના બાળકની કરાઈ બેરિયાટ્રિક સર્જરી, સાગરનું વજન બન્યું તેનું દુશ્મન


જો એક્ટિવ દર્દીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2527 કુલ દર્દી છે. વેન્ટીલેટર પર 11 છે. 2516 લોકો સ્ટેબલ છે. 811169 લોકો ડિસ્ચાર્જ તઇ ચુક્યું છે. 10067 લોકનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. કોરોનામાં આજે કુલ 3 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. સુરત અને અમદાવાદ કોર્પોરેશન સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાનો આંકડો સિંગલ ડિજીટમાં છે. 


રિપીટર્સની પરીક્ષા કોઇ પણ સ્થિતિમાં યોજાશે, વિદ્યાર્થીઓ કોઇ પ્રકારનાં વ્હેમમાં રહ્યા વગર તૈયારીઓ આરંભો


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 272 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇનવર્કર્સને પ્રથમ ડોઝ અને 10453 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 53257 લોકોને પ્રથમ અને 91387 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં નાગરિકોની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણનાં મોરચે 169932 લોકોને પ્રથમ ડોઝ અને 5199 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,30,500 લોકોને રસી અપાઇ ચુકી છે. ગુજરાતમાં કુલ 2,65,42,078 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube