ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. હવે તો ગુજરાતમાં ગણત્રીના કેસ જ પોઝિટિવ આવી રહ્યા છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ ગુજરાત ખુબ જ આગળ છે. આજના દિવસમાં 2,65,614 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. 98.39 ટકા પર પહોંચ્યો છે. બીજી તરફ રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 93 પર પહોંચી છે. આજે 326 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં 8,10,147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિચિત્ર પરિણામ પદ્ધતી? 10 બોર્ડનું પરિણામ તો જાહેર થઇ ગયું પરંતુ વિદ્યાર્થીઓ નહી જોઇ શકે!


આરોગ્ય વિભાગનાં સધન પ્રયાસોના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 2,53,93,866 લોકોને રસીના બંન્ને ડોઝ અપાઇ ચુક્યા છે. જે પૈકી પ્રથમ ડોઝ 1.99 કરોડ અને બીજો ડોઝ 55.31 લાખ લોકોને અપાયા છે. ગત્ત બે મહિનામાં સરકારે યુદ્ધનાં ધોરણે રસીકરણ અભિયાન ઉઠાવતા ગત્ત 24 કલાકમાં 2,65,614 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયની પાત્રતા ધરાવતા 4.93 કરોડ લોકોમાંથી આજ સુધી 1.99 કરોડ લોકોને પ્રથમ ડોઝ એટલે કે કુલ 40 ટકા લોકોને રસીનો એક ડોઝ અપાઇ ચુક્યો છે. 


BHAVNAGAR: કોરોનાએ જીવનશૈલી બાદ વિચારસરણી પણ બદલી, ધનાઢ્ય લોકોની સરકારી શાળા તરફ દોટ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 3230 એક્ટિવ કેસ છે. જે પૈકી 11 લોકો વેન્ટિલેટર પર છે. 3219 લોકો સ્ટેબલ છે. 8,10,147 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. 10056 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે 2 લોકોને મોત નિપજ્યાં છે. તાપીમાં 1 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું આજે મોત નિપજ્યાં છે.


VADODARA: સત્તા તો ઠીક કોંગ્રેસને વિપક્ષના પદ માટે પણ ટળવળવું પડી રહ્યું છે, હાઇકોર્ટમાં કરી અરજી


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે 288 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રથમ અને 9959 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના  45082 ને પ્રથમ અને 61984 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં નાગરિકો પૈકી 143340 લોકોને પ્રથમ અને 4961 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube