• કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝુ પણ બંધ રહેશે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના amc દ્વારા આદેશ અપાયા

  • સાયન્સ સિટીમાં વિશાળ ડોમમાં રસીકરણ સેન્ટર બનાવાયું છે. એક દિવસમાં પાંચ હજાર લોકો રસી લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસોનો રાફડો ફાટ્યો છે. કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં હોસ્પિટલમાં બેડ પણ હાઉસફુલ થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ (ahmedabad) શહેરમાં કોવિડ-19 મહામારીને પહોંચી વળવા શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ (garden close) કરવાનો આદેશ અપાયો છે. કાંકરીયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય વગેરે આવતીકાલ તારીખ 18 માર્ચથી આગામી આદેશ સુધી સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. 


આ પણ વાંચો : શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાય છે? રાજકોટવાસીઓનો સરકારને સીધો સવાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝુ પણ બંધ રહેશે
અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ (gujarat corona update) મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ 18 માર્ચથી શહેરના તમામ પાર્ક અને ગાર્ડનના દરવાજા ફરીથી સ્થાનિકો માટે બંધ કરવામાં આવનાર છે. તો સાથે જ કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝુ પણ બંધ રહેશે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના amc દ્વારા આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજનેતાઓની ચૂંટણીની રેલીઓ અને સભાઓ પુરી થતાની સાથે જ, ફરી એકવખત કોરોનાના વાયરસ સક્રિય થઈ ગયા છે. ગુજરાતના મહાનગરોમાં સ્થિતિ બગડી રહી છે, ત્યારે મહાનગર પાલિકાને કડક કામગીરી શરૂ કરી છે. જેમાં ગઈકાલે સુરતમાં પણ કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સિટી બસ સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. તો સાથે જ સુરતના બાગ-બગીચાઓને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનું ફરી ગંભીર સ્વરૂપ દેખાય રહ્યું છે. 


આ પણ વાંચો : જામનગરનો માથાભારે ડોન જયેશ પટેલ લંડનથી પકડાયો, ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો


અમદાવાદમાં 14 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસ દિવસે વધી રહ્યું છે. શહેરમાં કોરોના કેસ (corona case) નો આંકડો 200ને પાર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદના પશ્ચિમમાં આવેલા 14 જેટલા વિસ્તારો માઈક્રોકન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ચાંદલોડિયાના એડન ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા 56 મકાનોને માઇક્રોકન્ટેનમેન્ટમાં મૂકવામાં આવે છે. હાલ અહીં અવરજવર પર રોક લગાવી દીધી છે.



સાયન્સ સિટીમાં વિશાળ ડોમમાં રસીકરણ સેન્ટર બનાવાયું
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMC આક્રમક મોડમાં આવી ગયું છે. કોરોનાના રસીકરણ માટે વ્યવસ્થા વધારવામા આવી છે. સાયન્સ સિટીમાં વિશાળ ડોમમાં રસીકરણ સેન્ટર બનાવાયું છે. એક દિવસમાં પાંચ હજાર લોકો રસી લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સિનીયર સિટિઝન અને કોમોર્બિડ દર્દીઓ માટે હાલ વ્યવસ્થા કરાઈ છે.