સુરતમાં ફફડાટ, ચેપ ફેલાવતો કોરોનાનો આફ્રિકન સ્ટ્રેન પણ જોવા મળ્યો
- સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી વધુ 3 દર્દીઓ સંક્રમિત થયા
- આ સ્ટ્રેઇનની ચેપ ફેલવવાની ક્ષમતા ખુબ વધારે છે. જેથી માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવું જરૂરી
તેજશ મોદી/સુરત :હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. પરંતુ સુરતમા સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસ (gujarat corona update) ના નવા 581 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2 દર્દીઓનાં મૃત્યુ થયા છે. અમદાવાદમાં 126, સુરતમાં 147 અને વડોદરામાં 93 અને રાજકોટમાં 58 નવા કેસ નોંધાયા છે. પણ સૌથી વધુ સ્ફોટક સ્થિતિ સુરત (Surat) માં છે. સુરતમાં કેસ સતત વધી રહ્યાં છે. જેથી હવે માઇક્રોને બદલે હવે મેક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કરાશે. 29 કન્ટેઇન્મેન્ટ એરિયા વધીને 572 થયાં છે. જેમાં કન્ટેઇન્મેન્ટમાં કુલ 11,344 ઘરોના 43,248 લોકોનો સમાવેશ થાય છે. 69 દિવસ બાદ ફરી 147 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો : પટેલ દંપતીની હત્યા કરવા પાવાગઢથી છરી લાવ્યા હતા હત્યારા, ભાગ્યા બાદ એક રાત જંગલમાં વિતાવી હતી
સુરતમાં બીજા દેશના સ્ટ્રેન જોવા મળ્યાં
સુરતમાં તાજેતરમાં જ એક દર્દીમાં યુકેનો સ્ટ્રેન જોવા મળ્યો હતો. જોકે, યુકે સ્ટ્રેન (UK Coronavirus Strain) ના બીજા બે દર્દી નોઁધાયા છે. આ ઉપરાંત એક આફ્રિકાનો સ્ટ્રેન પણ જોવા મળ્યો છે. સુરતમાં યુકે કોરોના સ્ટ્રેનના વધુ 2 દર્દી નોંધાયા છે. તો એક આફ્રિકન સ્ટ્રેનનો દર્દી નોંધાયો છે. સુરત પાલિકાના કમિશનરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી વધુ 3 દર્દીઓ સંક્રમિત થયા છે. UK અને આફ્રિકન વાઈરસથી સાવચેત રહેવા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ટ્વીટ કરીને અપીલ કરી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું અને ટોળા એકઠા ન કરવા અપીલ કરવામાં આવી છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 54 હજાર 664 પર પહોંચી ગયો છે. જેમાં સુરતમાં વધુ 3 દર્દીઓ વિદેશી સ્ટ્રેઈનના કોરોનાથી સંક્રમિત થતા ચિંતા વધી છે. આ સ્ટ્રેઇનની ચેપ ફેલવવાની ક્ષમતા ખુબ વધારે છે. જેથી માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવું જરૂરી છે.
આ પણ વાંચો : આજે 3 મહાનગરોને મળશે નવા મેયર, તે પહેલા યોજાશે ભાજપની એજન્ડા બેઠક
[[{"fid":"313002","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_commi_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_commi_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_commi_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_commi_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_commi_zee.jpg","title":"surat_commi_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધ્યું
સુરતમાં વધુ 6 વિદ્યાર્થીઓને કોરોના (corona case) થયો છે. જેમાં રાંદેરમાં 1, અઠવામાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો લિંબાયત ઝોનમાં 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. પાલિકા દ્વારા સુરતના અનેક શાળા, કોલેજ અને ટયુશન ક્લાસને આ અંગે ચેતવણી આપી દેવાઈ છે. શિક્ષણના સ્થળો સુપર સ્પ્રેડર વેન્યુ ન બને તે માટે તકેદારી લેવા સૂચના આપી દેવાઈ છે.
તો બીજી તરફ સુરતની સ્થિતિ જોતા, શહેરમાં ઈમર્જન્સી ઉપયોગ માટે રસી આવી ગઈ છે. હૈદરાબાદથી ફ્લાઈટમાં કોરોનાની રસી લાવવામાં આવી છે. ફ્લાઇટમાં રસીના 42,500 ડોઝ આવ્યા છે.