ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 11,403 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 4179 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,41,724 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 82.15 ટકાએ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA: વ્હોટ્સએપ પર યુવકે બાજુ વાળા ભાભીને HI ભાભીજી મેસેજ કર્યો અને પછી...


અત્યાર સુધીમાં કુલ 89,59,960 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 14,79,244 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,04,39,204 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 72,341 લોકોને પ્રથમ ડોઝ અને 69,895 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 


Dy.CMની RTPCR ટેસ્ટની કિંમત અંગે મોટી જાહેરાત, લોકડાઉન અંગે આપ્યો ગોળગોળ જવાબ


રાજ્યમાં આજે કોરોનાના નવા 11,403 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 4179 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 82.15 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,41,724 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


ગુજરાતમાં લોકડાઉન થશે કે નહી થાય? આ દિગ્ગજ નેતાનો જવાબ સાંભળી તમે બધુ જ સમજી જશો


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 68754 એક્ટિવ કેસ છે. જ્યારે 341 લોકો વેન્ટિલેટર પર છે. 68413 લોકો સ્ટેબલ છે. 341724 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5494 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 117 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 28, અમદાવાદ કોર્પોરેશન 23, વડોદરા કોર્પોરેશન 8, રાજકોટ કોર્પોરેશન 7, સુરેન્દ્રનગર 6, જામનગર કોર્પોરેશ 4, ભરૂચ 3, જામનગર, મોરબી, રાજકોટ, વડોદરામાં 3-3 અને બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા અને સુરતમાં 2-2 કેસ આવ્યા છે. આ ઉપરાંત અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, ગાંધીનગર કોર્પોરેશન, જૂનાગઢ, પંચમહાલ, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 સહિત કુલ 117 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube