ગુજરાતમાં લોકડાઉન થશે કે નહી થાય? આ દિગ્ગજ નેતાનો જવાબ સાંભળી તમે બધુ જ સમજી જશો

સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં છે. એક પછી એક રાજ્યો લોકડાઉન લગાવી રહ્યા છે તેવામાં ગુજરાતમાં પણ લોકડાઉન થાય તેવી શક્યતાઓ કેટલાક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. જો કે હજી સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. અસ્પષ્ટ રીતે સુત્રોના હવાલાથી આ પ્રકારનાં સમાચારો આવી રહ્યા છે. જેમાં લોકડાઉનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આજે વેક્સિન લેવા માટે એપોલો હોસ્પિટલ આવેલા સી.આર પાટીલે આ તમામ પ્રકારની અટકળો પર પર્ણ વિરામ લગાવી દીધો હતો. 
ગુજરાતમાં લોકડાઉન થશે કે નહી થાય? આ દિગ્ગજ નેતાનો જવાબ સાંભળી તમે બધુ જ સમજી જશો

ગાંધીનગર : સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં છે. એક પછી એક રાજ્યો લોકડાઉન લગાવી રહ્યા છે તેવામાં ગુજરાતમાં પણ લોકડાઉન થાય તેવી શક્યતાઓ કેટલાક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. જો કે હજી સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. અસ્પષ્ટ રીતે સુત્રોના હવાલાથી આ પ્રકારનાં સમાચારો આવી રહ્યા છે. જેમાં લોકડાઉનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આજે વેક્સિન લેવા માટે એપોલો હોસ્પિટલ આવેલા સી.આર પાટીલે આ તમામ પ્રકારની અટકળો પર પર્ણ વિરામ લગાવી દીધો હતો. 

સી.આર પાટીલે એપોલો હોસ્પિટલ ખાતે રસી લીધા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન કરવું કે કેમ તેની સત્તા મારી પાસે નથી. પરંતુ મારી દ્રષ્ટીએ લોકડાઉનની કોઇ જ જરૂરિયાત નથી. હાલમાં સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ પુર્ણ અને પુરતી છે. તેવામાં કેસ પણ હવે તબક્કાવાર કાબુમાં આવે તેવી નિષ્ણાંતો શક્યતાઓ વ્યક્ત કરી ચુક્યા છે. તેવામાં લોકડાઉન લગાવવું સલાહભર્યું નથી. અત્રે નોંધનીય છે કે, સી.આર પાટીલ ભલે સરકારમાં સીધી રીતે ન હોય પરંતુ તેમનો ઇશારો કેટલું વજન ધરાવે છે તે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે. 

સી.આર પાટીલનાં અનુસાર લોકડાઉન કરવું કે નહીં તે રાજ્ય સરકારની સત્તા છે. મને લોકડાઉન જરૂરિયાતો લાગતી નથી. સરકારે તમામ વ્યવસ્થા કરી છે. વેકસીનના આ પ્રયોગને છેક નીચે સુધી લઈ જવા પ્રયાસ કરવામાં આવશે. હું પોતે કોવિડ દર્દી તરીકે એપોલોમાં સારવાર લીધી હતી. એટલે મેં સુરતના બદલે અમદાવાદમાં વેકસીન લેવાનું નક્કી કર્યું. લોકોના મગજમાં જે ગેરસમજ હતી તે ધીમે ધીમે દૂર થઈ રહી છે. બાકી રહેલા ધારાસભ્યો એક સાથે વેકસીન લે તે માટે આયોજન કરી રહ્યા છે. 

પીએમ કેન્દ્રમાંથી તમામ સગવડ રાજ્યને પૂરી પાડી રહ્યા છે. સીએમ અને ડે.સીએમ તમામ જિલ્લાઓમાં ખામી છે કે, કેમ તે અંગે માહિતી મેળવી રહ્યા છે. અમારી પેજ કમિટી માત્ર નામની નથી,કોઈ પણ કોરોના સંક્રમિત થાય કે કોરોન્ટાઇન હોય તો પેજ પ્રમુખ મદદ કરશે. ગુજરાતને જલ્દીથી કોરોનામુક્ત કરવા પ્રયાસ કરી રહયા છે. ટિફિનથી લઈને દવાખાને લઈ જવા સુધીની વ્યવસ્થા કરશે. 1000-1200 થી વધુ કોવિડ સેન્ટર શરૂ કરવા તૈયારીઓ ચાલુ થઈ છે. બરોડા વાપી જેવા સ્થળોએ કોવિડ સેન્ટર ઉભા કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

1000-1200 થી વધુ કોવિડ સેન્ટર શરૂ કરવા તૈયારીઓ ચાલુ થઈ છે. બરોડા વાપી જેવા સ્થળોએ કોવિડ સેન્ટર ઉભા કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સગા બહાર હોય તેને ડોકટર,પેરામેડિકલ સ્ટાફ સહિતના સ્ટાફને સાત્વિક ભોજન આપી રહ્યા છે. શબવાહીનીમાં કોઈ દર્દીને લઈ જવામાં આવે તો લાગણી દુભાય છે. શબવાહીનીમાં કોઈ દર્દીને લઈ જવાયા નથી. અલગ અલગ રાજ્યોની સ્થિતિ અલગ છે. ગુજરાતની સ્થિતિ સારી છે,વ્યવસ્થા સારી છે. 

આઇસોલેશન માટે અનેક લોકો આગળ આવ્યા છે. બાકીના રાજ્યો કરતા સારો સહકાર મળી રહ્યો છે. ગુજરાતમાં લોકડાઉન મામલે લોકડાઉન કરવું ન કરવું સરકારનો નિર્ણય છે. મને લાગે છે વ્યવસ્થા થઈ રહી છે, બેડની નાની મોટી અછત થઈ હશે. થોડી રાહ જોવી પડી છે પણ વ્યવસ્થા પુરી કરેલી છે. લોકડાઉનની અસર લાગતી નથી. સંસદ દર્શના જરદોષએ લખેલા પત્ર મામલે સિવિલ હોસ્પિટલ મારા ક્ષેત્રમાં આવે છે. ત્યાં સ્થિતિ એવી નથી. જેવી તેમણે વ્યક્ત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news