• નવો સ્ટ્રેન બાળકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે

  • અમદાવાદ કરતા વડોદરામાં વધુ બાળકો કોરોના પોઝિટિવ 

  • બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અલગ વોર્ડ બનાવાયો


હાર્દિક દિક્ષીત/વડોદરા :બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. આવામા માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે. ત્યારે સૌથી વધુ વડોદરામાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. વડોદરામાં અગાઉ 8 બાળકો સંક્રમિત હતા, ત્યારે આજે વધુ 5 બાળકોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ગઈકાલે 8 બાળકો કોરોના પોઝિટિવ હતા. જેના બાદ શહેરમાં 24 કલાકમાં વધુ પાંચ બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. સંક્રમિત થયેલા બાળકોની હાલ સારવાર ચાલુ છે. પાંચ પૈકી એક બાળકની હાલત હાલ ગંભીર છે. સયાજી હોસ્પિટલમાં બે નવજાત શિશુ, એક ત્રણ વર્ષનું બાળક અને અન્ય એક બાળક કોરોનાની સારવાર હેઠળ છે. 


આ પણ વાંચો : આડાસંબંધોના વહેમમાં યુવકના શરીરના 5 ટુકડા કરીને 400 ફીટ ઊંડા બોરવેલમાં નાંખી દીધા, હવે થયું કંઈક આવું...  


વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે નવું એનકોઝર ઉભું કરાયું છે. આઇસોલેસન ફેસિલિટી ઉભી કરાઈ છે. શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં 25 જેટલા બાળકો પણ કોરોના પોઝિટિવ છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ થયા છે. 


અમદાવાદમાં પણ 6 બાળકો પોઝિટિવ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકો પોઝિટિવ આવ્યા છે. બાળકોને કોરોના વધતા ડોકટરોમાં પણ ચિંતા વધી રહી છે. ત્યારે આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રજનીશ પટેલે જણાવ્યું કે, બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 


આ પણ વાંચો : ગુડ ફ્રાઈડેના દિવસે જ પિતાને દફનાવવાનો વારો આવ્યો, કોરોનાએ ખ્રિસ્તી પરિવારના મોભીનો જીવ લીધો


ગુજરાતમાં કાબુ બહાર કોરોના પહોંચી ગયો છે. દર કલાકે 110 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. તો દર 130 મિનિટે એક વ્યક્તિનું કોરોનાથી મોત થઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 13,559ને પાર થઈ ગયા છે.