ગુડ ફ્રાઈડેના દિવસે જ પિતાને દફનાવવાનો વારો આવ્યો, કોરોનાએ ખ્રિસ્તી પરિવારના મોભીનો જીવ લીધો

ગુડ ફ્રાઈડેના દિવસે જ પિતાને દફનાવવાનો વારો આવ્યો, કોરોનાએ ખ્રિસ્તી પરિવારના મોભીનો જીવ લીધો
  • ખ્રિસ્તી બંધુઓના પવિત્ર તહેવાર ગુડ ફાઈડેના દિવસે જ ખ્રિસ્તી પરિવારના ઘરમાં માતમ છવાયો
  • ગુડ ફ્રાઈડે દુખદ દિવસ ગણાય છે. કારણ કે, આ દિવસે જ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું

ભરત ચૂડાસમા/ભરૂચ :કોરોનાની ત્રીજી લહેર પહેલી બે લહેર કરતા પણ ખતરનાક છે. પહેલી બે લહેરમાં જેવી ઘટનાઓ બનતી હતી, તેવી ઘટનાઓ હવે બનવા લાગી છે. ક્યાં માનવતા દાખવતા તો ક્યાંક માનવતાહીન દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. હોસ્પિટલોની બહાર લોકોના આક્રંદ સંભળાઈ રહ્યાં છે, પરિવારોમાં માતમ છવાઈ રહ્યાં છે. પરિવારો ઘરમાં ફરીથી પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે, તો સાથે જ વ્હાલસોયાઓને ગુમાવવાના કિસ્સા બની રહ્યાં છે. ત્યારે ગઈકાલે ગુડ ફ્રાઈડેના દિવસે ભરૂચના એક ખ્રિસ્તી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 

ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી સમાજ માટે દુખદ દિવસ ગણાય છે. કારણ કે, આ દિવસે જ ભગવાન ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યારે આ જ દિવસ ભરૂચના એક ખ્રિસ્તી પરિવાર માટે પણ દુખદાયક બની રહ્યો હતો. કોરોના જેવી મહામારીના કારણે કેટલાય લોકોએ માબાપ તથા સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે ગઈકાલે શુક્રવારે ખ્રિસ્તી બંધુઓના પવિત્ર તહેવાર ગુડ ફ્રાઈડેના દિવસે જ ખ્રિસ્તી બંધુ પરિવારના ઘરમાં માતમ છવાયો છે. જેમાં દીકરીના મા-બાપ કોરોના પોઝિટિવ હતા. જેમાંથી પિતાનું ગઈકાલે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

No description available.

પિતાના અંતિમ સંસ્કાર ભરૂચના ડભોઈ આવા નજીકના ખ્રિસ્તી બંધુઓના કબ્રસ્તાન ખાતે કરાયા હતા. તો માતા હજુ પણ કોરોનાની સારવાર લઈ રહી છે. ત્યારે ગુડ ફ્રાઇડેના પવિત્ર દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીનું હૈયાફાટ રૂદન સૌ કોઈને રડાવી દે તેવું હતું. ભારે વેદના સાથે તેણે પિતાના અલવિદા કરી હતી. 

ખ્રિસ્તી બંધુઓના પવિત્ર તહેવાર ગુડ ફાઈડેના દિવસે જ ખ્રિસ્તી બંધુ પરિવારના ઘરમાં માતમ છવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news