Gujarat Corona Update: COVID - 19 કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ દર્દીનું મોત નહી
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 8,14,747 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. એક દિવસમાં સૌથી વધારે 6,01,720 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 8,14,747 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. એક દિવસમાં સૌથી વધારે 6,01,720 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 196 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 લોકો વેન્ટીલેટર પર છે. 192 સ્ટેબલ છે. 8,14,747 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10077 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે આજે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. જે ગુજરાત માટે રાહતના સમાચાર ગણી શકાય.
CID ક્રાઇમના સામાન્ય કોન્સ્ટેબલે મહિનાઓથી સોસાયટી બાનમાં લીધી, અસહ્ય દાદાગીરી છતા પાસા કેમ નહી?
જો કે રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેરવર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 130 નાગરિકોને રસીનો પ્રથમ અને 6756 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 124440 નાગરિકોને રસીનો પ્રથમ અને 68445 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 376443 નાગરિકોને રસીનો પ્રથમ અને 25506 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 6,01,720 નાગરિકોને ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 3,61,96,017 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube