GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 15 નવા કેસ, 28 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 15 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 28 દર્દીઓ સાજા થઇ ગયા હતા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 15 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 28 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,665 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં 98.75 ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે.
જો રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ 213 એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 208 લોકો સ્ટેબલ છે. 8,14,665 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.
આ પણ વાંચો:- યુવાનોને નશાની લત લગાડવાનું કામ પૂર જોશમાં, વાપીમાંથી ઝડપાયો MD ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
વડોદરામાં 4, અમદાવાદમાં 3, સુરતમાં 2, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં 0 કેસ નોંધાયો છે. તો બીજી તરફ રાજ્યમાં ડિસ્ચાર્જ થા દર્દીઓની સંખ્યા 28 છે. જેમાં વડોદરામાં 4, અમદાવાદમાં 7, સુરતમાં 7, ગીર સોમનાથમાં 2, જૂનાગઢમાં 1, કચ્છમાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 3 અને રાજકોટમાં 2 દર્દી ડીસ્ચાર્જ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube