GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 11 હજારથી વધુ કેસ
રાજ્યમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 11,176 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 5 લોકોના મૃત્યુ થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 11,176 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 5 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4285 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 96 હજાર 894 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10142 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 3663 કેસ સામે આવ્યા છે. તો સુરત કોર્પોરેશનમાં 2690, વડોદરા કોર્પોરેશનમાં 776, રાજકોટ કોર્પોરેશનમાં 950, ગાંધીનગર કોર્પોરેશનમાં 319, ભાવનગર કોર્પોરેશનમાં 198, જામનગર કોર્પોરેશનમાં 170 કેસો નોંધાયા છે.
કોરોનાને લીધે ચાર લોકોના મૃત્યુ
ગુજરાતમાં આજે કોરોનાને લીધે 5 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં 1, સુરત શહેરમાં 1, વલસાડમાં 1, રાજકોટમાં 1 અને ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે ગુજરાતમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ સામે આવ્યો નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube