રેસડેસિવીર લેવા માટે હોસ્પિટલ હાઉસફુલ કરતા દર્દીઓ માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- મહાનગરોની સાથે મોરબીમાં પણ દર્દીઓની સંખ્યા વધી, સતત રિવ્યૂ કરીએ છીએ - નીતિન પટેલ
-
માત્ર રેમડેસિવીર માટે હોસ્પિટલમાં દાખલ નહિ થવુ પડે, 2-3 કલાકમાં ઈન્જેક્શન લઈને ઘરે જઈ શકાશે
અમિત રાજપૂત/ગાંધીનગર :ગુજરાતમાં એક સમયે 700 થી ઓછા દર્દી હતા, પરંતુ સમગ્ર દેશમાં જે રીતે સંક્રમણ વધ્યું, તેના કારણે ગુજરાતમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં પણ સવા લાખ જેટલા દર્દીઓ આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રોજ અમારા કોર ગ્રૂપની મીટિંગ મળે છે, જેમા સતત રિવ્યૂ કરાય છે. આ જોતે ગુજરાત સરકાર અને ઓરાગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા પહેલા હતી, તે યથાવત કરી દેવામા આવી છે. પહેલા કેસ ઘટી ગયા હતા. કોરોનાના દર્દીઓની જે વ્યવસ્થા હતી, પરંતુ સંક્રમણ વધ્યું તેના કારણે 3000 હજારની આજુબાજુની સંખ્યામાં રોજ દર્દીઓ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે તો મોરબી જેવા સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે.
રેમડેસિવીર માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ ન થવુ પડે
હોસ્પિટલોમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે, અનેક લોકો માત્ર રેમડેસિવીરમાટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે ત્યારે આ મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે કે, માત્ર રેમડેસિવીર માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ નહિ થવુ પડે, ઈન્જેક્શન લઈને 2-3 કલાકમાં ઘરે જઈ શકાશે. કોમ્યુનિટિ હોલમાં નર્સિંગ સ્ટાફના દેખરેખ હેઠળ ઈન્જેક્શન અપાશે. જેના બાદ 2 થી 3 કલાકમાં ઈન્જેક્શન લઈને દર્દીઓ ઘરે જઈ શકશે. જેનાથી હોસ્પિટલમાં બેડ બચશે અને દર્દી ઇન્જેશન લઈને ઘર જતા રહી શકશે. ગઈકાલે 15 લાખ વેક્સીનનો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. બીજો નવો વધારાનો જથ્થો કેન્દ્ર સરકાર આપે તે માટે સંપર્કમાં છીએ. 1 રૂપિયામાં 3 લેયર માસ્ક રાજ્ય સરકાર નાગરિકોને આપશે, જે અમુલ પાર્લર પર મળશે.
સાથે જ તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનની કોઈ વિચારણા નથી, પણ જે પણ નિર્ણયો લઈશું તે જાહેર કરીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતની મુલાકાત લઈને રિવ્યુ કર્યો. મેં વડોદરાની પણ મુલાકાત લીધી. રાજકોટની પરિસ્થિતિ પર મુખ્યમંત્રી પોતે ધ્યાન રાખી રહ્યાં છે. જામનગર, મોરબીનો પણ રિવ્યૂ સતત કરી રહ્યાં છીે. વામાં આવી રહ્યો છે. બીજા ફેઝમાં મોટા પ્રમાણમાં દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે પથારીઓમાં વધારો કરવાની સ્થિતિ પેદા થઈ છે. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા લેવાયો કે, અમદાવાદમાં મ્યુ સંચાલિત એસવીપી હોસ્પિટલની કુલ કેપેસિટી 1000 બેડની કેપેસિટી હતી. 500 કોરોના માટે અને 500 અન્ય બીમારીના સારવાર માટે રખાઈ હતી. પરંતુ કોરોનાના દર્દીઓ માટે એસવીપીમાં 500ની કેપેસિટી વધારીને 1000 બેડની કરવામાં આવી છે.