ઝી બ્યુરો, ગાંધીનગર: કોરોનાની ત્રીજી લહેર બાદ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો હતો. જો કે, રાજ્યમાં હાલ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહી છે. દરરોજ કોરોન કેસમાં વધધટ થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 36 દર્દીઓ સાજા થયા છે. તો હાલ રાહતના સમાચાર કહી શકાય કે રાજ્યમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા થઈ ગયો છે.


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 229 એક્ટિવ કેસ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામે તમામ 229 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,14,069 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,944 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube