ઝી મીડિયા/બ્યૂરો :2022ના અંત સુધીમાં કોરોનાનો અંત આવશે તેવો WHO ના વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં દાવો કરાયો છે. WHO એ કહ્યું કે, 2022ના અંત સુધીમાં કોરોના સામાન્ય ફ્લૂમાં ફેરવાઈ જશે. પરંતુ હાલ શિયાળામાં કોરોનાનો અજગરી ભરડો જોવામ મળી રહ્યો છે. ગુજરાત (gujarat corona update) માં એક તરફ ઓમિક્રોમના પાંચ કેસ નોંધાયા છે, તો બીજી તરફ કોરોનાના કેસ (corona case) મોટાભાગના શહેરોમાં વધી રહ્યા છે. આવામાં ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના વધી રહ્યો છે. વલસાડ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યાં છે. તો સાથે જ કેટલીક સ્કૂલોના શિક્ષકો પણ પોઝિટિવ જોવા મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) લગભગ દસ્તક આપી ચૂકી છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે આશ્ચર્યજનક રીતે બાળકો તેનો શિકાર બની રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ માંડ માંડ શિક્ષણ થાળે પડી રહ્યું છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી સ્કૂલે જવાનો આનંદ માણી રહ્યાં છે. ત્યારે હવે સ્કૂલોમાં કોરોના વકરી રહ્યો છે. જેને કારણે હવે ટપોટપ શાળાઓ (schools reopens) બંધ થવા લાગી છે. સુરત, વડોદરા અને વલસાડની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટ (corona virus) માં આવી રહ્યાં છે. જેને કારણે આખેઆખી શાળા બંધ કરવાની ફરજ પડી રહી છે.  


આ પણ વાંચો : બસ સ્ટેશન પર એક છોકરી રડે છે...  કચ્છની સગીરા સાથે થયું ઐશ્વર્યા રાય જેવું


કઈ શહેરોની સ્કૂલોમાં કોરોના 
વડોદરાની નવરચના સ્કૂલમાં ગઈકાલે કોરોનાનો કેસ આવ્યા બાદ આજે સંત કબીર સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સ્કૂલના શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાઈમરી વિભાગમાં ડાન્સ ટીચર તરીકે કામ કરતાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટે આ અંગે વાલીઓને મેસેજ કરી જાણકારી આપી હતી. જેના બાદ 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. સુરતમાં તાજેરમાં ભૂલકાં વિહારના ધોરણ 9 ના વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તો સુરતની સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. ધો 10 અને ધો 8 માં અભ્યાસ કરતાં સગા ભાઈ-બેન પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત વલસાડ તાલુકા ખાતે આવેલી સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો ચીખલી તાલુકાના કાગવાઈ ગામમાં આવેલ શાળાની વિદ્યાર્થીની પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું.


રાજકોટમાં કોરોનાનો હાહાકાર જોવા મળ્યો છે. આજે રાજકોટની વિવિધ ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને એક સ્કૂલમાં શિક્ષક સંક્રમિત થયા છે. એમ.વી.ધુલેશિયામાં એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. તો નિર્મલા, એસએનકે અને અન્ય એક સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ આવ્યા પોઝીટીવ આવ્યા છે. જોકે, નિર્મલાની વિદ્યાર્થીની સ્કૂલમાં નહીં આવી હોવાની DEOની સ્પષ્ટતા કરી છે.


આ પણ વાંચો : ભક્તિમાં તો પ્રહલાદને પણ પાછળ પાડે તેવો શ્વાન, ભગવાનને મળવા રોજ ગિરનાર ચઢી જાય છે 


સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર
રાજકોટમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જામનગરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો પોરબંદરમાં નૈરોબીથી આવેલા વૃદ્વને કોરોના થયો છે. તો રાજકોટ નજીક ત્રમ્બામાં યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. 


24 કલાકમાં કોરોનાનો આંક 
ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 68 કેસ નોંધાયા છે. તો 43 દર્દીઓ સાજા પણ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 580 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 574 નાગરિકો સ્ટેબલ છે. કોરોના કેસના આંકડાઓની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરશનમાં સૌથી વધુ 20 કેસ નોધાયા છે, અને 9 લોકો ડિસ્ચાર્જ થયા છે. તેવી રીતે વડોદરા કોર્પોરેશનમાં 12 કેસ નોંધાયા છે અને 5 લોકો ડિસ્ચાર્જ થયા છે. સુરત કોર્પોરેશનમાં 9 કેસ અને 5 ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, 3 ડિસ્ચાર્જ, ગાંધીનગરમાં 5 કેસ, 1 ડિસ્ચાર્જ, નવસારી 5 કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ, 4 ડિસ્ચાર્જ, કચ્છમાં 2 કેસ, પાંચ ડિસ્ચાર્જ, વલસાડમાં 2 કે, ભરૂચમાં 1 કેસ અને 1 ડિસ્ચાર્જ, રાજકોટમાં 1 કેસ અને 3 ડિસ્ચાર્જ અને સુરતમાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 68 કેસ નોંધાયા છે.