ગુજરાતના સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા

Gujarat Corona Update : ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 6 નવા કેસ નોંધાયા,,, રાજકોટમાં કોરોના સંક્રમણને રોકવા મહાનગરપાલિકાએ લોકોને માસ્ક પહેરવા કરી અપીલ,
Corona Cases : ગુજરાતમાં હવે કોરોનાનો ખતરો નડી રહ્યો છે. કોરોનાની નવી ઈનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. આવામાં ગુજરાતના શહેરોમાં ધીરે ધીરે કોરોના પગપેસારો કરી રહ્યો છે. ગુજરાતના સૌથી મેગા શહેરમાં જ કોરોનાના 6 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં વધુ 6 નવા કોરોના કેસ નોંધાયા છે. જેમાં 3 પુરુષ અને 3 મહિલાને કોરોના થયો છે. લેટેસ્ટ કોરોના અપડેટ પર નજર કરીએ તો, હાલ અમદાવાદમાં 12 એક્ટિવ કેસ નોંધાયા છે. જે નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા નવા કેસ છે. તો બીજી તરફ, વડોદરામાં માત્ર ડિસેમ્બર મહિનાના 20 દિવસમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ આવ્યા છે.
વડોદરામાં 20 દિવસમાં 4 કેસ
વડોદરામાં ડિસેમ્બરમાં 20 દિવસમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે માંજલપુર, એક ગોત્રી અને એક ગોકુલ નગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ચારમાથી ત્રણ દર્દી રિકવર થઈ ગયા છે, જ્યારે એક દર્દી હાલ હોમ આઈસોલેટ સ્થિતિમાં છે. કોરોના વાયરસના વેરિએન્ટ જાણવા માટે સેમ્પલ જીનોમ સિક્વન્સ કરવા ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલાયા છે. ચારેય દર્દીઓ નવા JN.1 વેરિઅન્ટના દર્દી છે કે નહીં તેની તપાસ કરાશે.
કુમાર કાનાણી ફરી આકરા પાણીએ! ભેળસેળ રોકવા સરકારે લખ્યો લાંબોલચક પત્ર
દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો છે... કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં ગુરુવારે 594 નવા કેસ નોંધાયા... તેના કારણે એક્ટિવ કેસનો આંકડો 2311થી વધીને 2669 થઈ ગયો છે... વધતાં કેસને જોતાં સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ક્રીનિંગ અને દેખરેખ રાખવાની એડવાઈઝરી જાહેર કરી છે... જેમાં બધી રાજ્યોને સ્ક્રીનિંગ વધારવા, ઈન્ફ્લૂએન્ઝા જેવી શ્વાસ સંબંધિત બીમારીના કેસનો તરત રિપોર્ટ કરવા, આરટી-પીસીઆર ટેસ્ટને વધારવા અને જીનોમ અનુક્રમણ માટે પોઝિટિવ નમૂના એકઠા કરવાનું કહેવામાં આવ્યું છે...
રિપોર્ટ કરવામાં આવેલ કેસથી સામે આવ્યું છે કે ભારતમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.. આ નવા વેરિયન્ટનું નામ છે JN.1.... આ વેરિયન્ટ અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.... જેના કારણે WHOએ તેના સંક્રમણને જોતાં JN.1ને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.... WHOનું કહેવું છે કે JN.1 સબ વેરિયન્ટ સામે આવતાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.... ખાસ કરીને તે દેશોમાં જ્યાં ઠંડી વધારે પડે છે....JN.1 વેરિયન્ટ અત્યાર સુધી 41 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે... JN.1ના કેસનો સૌથી વધારે ફેલાવો ફ્રાંસ, અમેરિકા, સિંગાપુર, કેનેડા, બ્રિટન અને સ્વીડન છે.... નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે તે પણ જાણી લેવું જરૂરી છે.
ડોક્ટરોએ મહામહેનતે પ્રિન્સનો કપાયેલો હાથ ફરી જોડ્યો, પણ જીવ ન બચ્યો
રાજકોટમાં તંત્ર એલર્ટ પર
રાજકોટમાં કોરોનાનો કેસ સામે આવ્યા સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બની ગયું છે. સિવિલ હોસ્પિટલમાં 140 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. Rtpcr ટેસ્ટ થઈ શકે તે માટે લેબોરેટરીમાં પણ વ્યસ્વથા કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય નિયામકે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે બેઠક યોજી છે. જેમાં કોરોના સામે સુસજ્જ રહેવા સૂચના આપી છે.
સુરત પણ એક્શન મોડમાં
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના આઠમા માળે કોરોનાના દદીઓ માટે ૪૦ બેડનો વોર્ડ શરૂ કરવા માટે સાફસફાઈ શરૂ કરવામાં આવી છે.હાલમાં રાજ્યમાં કોરોના સામે આવી રહ્યા છે.રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને અગમચેતીના ભાગરૂપે તૈયારી રાખવા તાકીદ કરતા સિવિલ હોસ્પિટલમાં ૪૦ બેડનો વોર્ડ શરૂ કરવા માટે સાફસફાઈ શરૂ કરવામાં આવી છે.આ વોર્ડમાં ઓક્સિજન સહિત તમામ મેડિસિન સહિતની દવાઓ મૂકવામાં આવશે સાથે જ તબીબોની એક ટિમ પણ તૈયાર કરી દેવામાં આવી છે.જોકે, હાલ સુરતમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી.
વિદેશી પક્ષીઓને લાગ્યો સુરતી ગાંઠીયાનો ચટાકો, નદીની માછલી છોડીને ગાંઠીયા ખાવા લાગ્યા