વિદેશી પક્ષીઓને લાગ્યો સુરતી ગાંઠીયાનો ચટાકો, નદીની માછલી છોડીને ગાંઠીયા ખાવા લાગ્યા

Migrated Birds : શિયાળામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી તાપી નદીના તટે આવી રહ્યા છે... આ વિદેશી પક્ષીઓ ગાંઠિયા ખાતા જોવા મળ્યા 

વિદેશી પક્ષીઓને લાગ્યો સુરતી ગાંઠીયાનો ચટાકો, નદીની માછલી છોડીને ગાંઠીયા ખાવા લાગ્યા

Surat News ચેતન પટેલ/સુરત : શિયાળાની મજા માણવા હજારો કિલોમીટરનું અંતર કાપી વિદેશી પક્ષીઓ સૂર્યપુત્રી તાપી નદીના તટે આવી રહ્યાં છે. પરંતુ આના કરતાં મહત્વની વાત આ છે કે આ પક્ષીઓ સુરતી ગાંઠીયા ખાવા પડાપડી કરતા જોવા મળે છે. ગાંઠીયા માત્ર સુરતીઓ કે સુરતથી બહારથી આવનાર લોકોને જ નહીં પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલી હદે ગમી ગયા છે કે તેઓ જળના જીવ જંતુને ખાવાના બદલે આ ગાંઠીયા વધારે ખાવાનું પસંદ કરી રહ્યાં છે.

તાપી કાંઠો વિદેશી પક્ષીઓને ગમી ગયો 
આ ઓસ્ટ્રેલિયન પક્ષીઓ ખાસ કરીને પ્રજજન કરવા ટાપુ જેવા સ્થળો વધુ પસંદ કરતાં હોય છે. તાપી તટ આ પક્ષીઓનું મહત્વનું અનવ જાણીતું સ્થળ બની ચૂક્યું છે. જો કે આ વર્ષે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત મોડી થઈ છે તેની અસર પક્ષીઓ પર દેખાઈ રહી છે. સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીનો તટ આમ તો રાજ્યમાં ઘણો પ્રખ્યાત છે. સુરતવાસીઓ માટે પણ આ સ્થળ ઘણું મહત્વનું માનવામાં આવે છે. દરમ્યાન આ સૂર્યપુત્રી તાપી નદીના તટની શોભા હાલ વિદેશી પક્ષીઓના આગમનથી વધી છે. રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ વિદેશી પક્ષીઓની મોટું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. 

ઓસ્ટ્રેલિયન પક્ષીઓને ગમી ગયો ગુજરાતી નાસ્તો 
હજારો કિલોમીટરનું અંતર કાપી ઓસ્ટ્રેલિયાથી આવતા આ પક્ષીઓને બ્લેક હેડેડ ગલ અને બ્રાઉન હેડેડ ગલ તરીકે ઓળખવામાં આવે છે. સુરત શહેરના તાપી નદી આ પક્ષીઓ ગાંઠિયા ખાતા નજરે પડે છે. હજારોની સંખ્યામાં આવેલા પક્ષીઓ બ્રિજ ઉપર લોકો દ્વારા આપવામાં આવતા ગાંઠીયા ચટાકાતી ખાતા જોવા મળે છે. સુરતી ગાંઠીયા એમનો પ્રિય બની ગયો છે. આ પક્ષીઓના ઝુંડે પ્રજનન કરવા માટે તાપી નદીના તટને વધુ પસંદ કર્યો છે. સામાન્ય રીતે પક્ષીઓ માનવથી દૂર રહેતા હોય છે ,પરંતુ ઓસ્ટ્રેલિયાથી આવેલા આ પક્ષીઓના ઝુંડને માનવનો પણ કોઈ ડર ના હોય તેમ ગાંઠીયા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.

માર્ચ સુધી રોકાશે 
ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પક્ષીઓ ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરુઆતમાં આવી જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે શિયાળાની શરૂવાત દોઢ મહિનો મોડી થઈ છે. જેની અસર પક્ષીઓના આવવા પર ચોક્કસ થવા પામી છે. હાલ આ પક્ષીઓ હાલ સુરતના તાપી નદીના તટે રોકાયા છે. માર્ચ માસથી ઉનાળાની જેવી ઋતુ શરૂ થશે તેવી જ રીતે પક્ષીઓનું આ ઝુંડ ફરી પ્રજનન માટે પોતાના ઠંડ પ્રદેશ જવા રવાના થઈ જશે. સુરતમાં જાણે માત્ર ગાંઠીયા ખાવા માટે આ લોકો આવ્યા હોય તેવું લાગે છે.

પક્ષીઓને ગાંઠિયા ન આપો 
આ પક્ષીઓને અપાતા ગાંઠિયા સહિતના ફરસાણ ન આપવા માટે પર્યાવરણપ્રેમીએ અનુરોધ કર્યો હતો. પક્ષીઓ અંગે જાણકારી રાખનાર તજજ્ઞ પર્યાવરણપ્રેમીનું માનવું છે કે, આ પક્ષીઓને સુરતીઓ ગાંઠીયા અને અન્ય સુરતી ખોરાક આપીને પુણ્ય કમાવવાની વાત કરે છે. પરંતુ તેનાથી પક્ષીઓને નુકશાન થઈ રહ્યું છે. જોકે, આવો ખોરાક પક્ષીઓને સહેલાઇથી વધુ પ્રમાણમાં મળી રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news