મુસ્તાક દલ/જામનગર :ગુજરાત (gujarat corona update) માં આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં ઓમિક્રોન (Omicron) ના વધુ કેસ સામે આવ્યા છે. જામનગરના પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા બે લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતના પ્રથમ કેસના દર્દીના બે સંબંધીને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. ત્યારે આ સાથએ ગુજરાતમાં ઓમિક્રોનનાં હવે કુલ ત્રણ કેસ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 નવેમ્બરે હાઈરિસ્ક દેશ ઝિમ્બાબ્વેથી ગુજરાત આવેલા 72 વર્ષીય દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને અન્ય સંબંધીઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારે દર્દીનાં પત્ની અને સાળાને પણ ઓમિક્રોન થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  


ચિંતા વચ્ચે રાહતના સમાચાર 
ચિંતા વચ્ચે બીજા એક રાહતના સમાચાર એ પણ છે કે, સુરેન્દ્રનગર તથા વડોદરામાં વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ નહિ હોવાની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય મુસાફરો હાઈરિસ્ક દેશોમાંથી ગુજરાતમાં આવ્યા હતા. તેમનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તમામની તબિયત સ્થિર છે. હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 3 વ્યક્તિના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 


ગુજરાતમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે 
ગુજરાતમાં દર કલાકે 3 લોકોને કોરોના ડંખી રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 12, જામનગરમાં 10, સુરતમાં 9 અને રાજકોટમાં 4 નવા કેસ આવ્યા છે.