Gujarat Corona Case: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે આજે ફરી રાજ્યમાં કોરોના વાયરસે રોકેટગતિ પકડી છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 397 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે. જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે આજે શહેરમાં કેસની સાથે એકનું મોત પણ થયું છે. આજે અમદાવાદ અને મહેસાણામાં 1-1 મોત પણ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 7 પહેલા અને સાંજે 8 પછી નહિ ચાલુ રાખી શકાય ક્લાસિસ, જાણો કલેકટરનું જાહેરનામું


રાજ્યનમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં હાલ 1992 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 વેન્ટીલેટર પર છે અને 1988ની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી ગુજરાતમાં 1272830 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને ડીસ્ચાર્જ થયા છે, જ્યારે 11065ના મોત થયા છે. 


RSSના વડા મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે, 8 વર્ષ બાદ જાહેર મંચ પરથી કરશે શક્તિ પ્રદર્શન


જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 137 કેસ, મહેસાણામાં 46 કેસ, વડોદરા શહેરમાં  27 કેસ, સુરત શહેરમાં 26 કેસ અને  રાજકોટ શહેરમાં 11 કેસ  નોંધાયા છે.