અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોનાના કારણે છેલ્લા 11 મહિનાથી રાજ્યની મોટાભાગની કોર્ટ બંધ રહી હતી. જે 11 મહિના બાદ હવે આજથી શરૂ થઈ. કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતા વકીલોએ હવે રાહતના શ્વાસ લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરજીયાત માસ્ક ,સેનેટાઇઝર સહિતના નિયમો સાથે આજથી કોર્ટ શરૂ થઈ છે. કોર્ટ બંધ હોવાના કારણે કેસમાં વધારો થતો હોવાની વકીલોની સતત રજૂઆત હતી. ગુજ.હાઇકોર્ટ એ રાજ્યની કોર્ટને શરુ કરવા માટે લીલી ઝંડી આપી દીધી. 


આ બાજુ કોર્ટ શરુ થવાની હોવાથી કોર્ટ પરિસર એકદમ સ્વચ્છ કરવામાં આવ્યા છે. કોરોનાકાળમાં સ્વચ્છતા ખુબ જરૂરી છે. કોવિડ ગાઇડલાન મુજબ ફિઝિકલ કોર્ટ આજથી શરૂ થઈ. કોર્ટ શરૂ થવાની ખુશીમાં વકીલોએ કોર્ટ બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી. 


આજથી કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો પણ શરૂ
અત્રે જણાવવાનું કે આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડીટી ધરાવતા 45 વર્ષના નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ (First Dose) આપવામાં આવશે.


PM મોદીએ લીધી કોરોના રસી, CM રૂપાણી અને DyCM નીતિન પટેલે શું કહ્યું જાણો


અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં કોરોના વેકસીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત થઈ. સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોનાનો પહેલો ડોઝ અપાશે. આ સાથે જ અગાઉ કોરોના રસી (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લઈ ચૂકેલાઓ અને 28 દિવસ પૂર્ણ કરેલા લોકોને પણ બીજો ડોઝ આપવાની પ્રક્રિયા ચાલતી રહેશે. 


પીએમ મોદીએ લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ
કોરોના (Corona Virus) રસીકરણનો  ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી. આ સાથે જ તેમણે લોકોને રસી લેવાની અપીલ પણ કરી. 


સીએમ રૂપાણીના પત્નીએ લીધી કોરોના રસી
મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના પત્ની અંજલીબેન રૂપાણી (Anjali Rupani) એ પણ આજે સવારમાં ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી. વિજય રૂપાણીના બહેન જ્યોતિનાબેન કામદાર સહિત મુખ્યમંત્રીના પરિવારના અન્ય લોકોએ પણ એપોલો ખાતે રસી લીધી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube