PM મોદીએ લીધી કોરોના રસી, CM રૂપાણી અને DyCM નીતિન પટેલે શું કહ્યું જાણો
કોરોના (Corona Virus) રસીકરણનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. PM મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ આજે રસી લીધી એ વિરોધીઓને જવાબ છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના (Corona Virus) રસીકરણનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. PM મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ આજે રસી લીધી એ વિરોધીઓને જવાબ છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓની એક જ વાત હતી કે પહેલા ફ્રન્ટલાઈન વર્કરને વેકસીન મળવી જોઈએ. આજે નિયમ મુજબ તેઓએ સરકારી હોસ્પિટલમાં વેકસીન લીધી છે. આત્મનિર્ભર ભારત હેઠળ બનેલી વેકસીન માટે દેશને ગૌરવ છે. તેમણે કહ્યું કે દેશ અને રાજ્યના દરેકને વેકસીન લેવા વિનંતી છે. સરકારે બનાવેલા નિયમોનું પાલન કરીને દરેકે વેકસીન લેવી જોઈએ. આ ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેન અંગે તેમણે કહ્યું કે નવા આવી રહેલા સ્ટ્રેન અંગે સરકાર દેખરેખ રાખી રહી છે. હાલ કોઈ ને ગભરાવવાની જરૂર નથી.
मान. प्रधानमंत्री श्री @narendramodi जी ने स्वयं एम्स में जाकर टीका लगवाया और सबको प्रेरित किया।
मोदी जी ने अपनी बारी का इंतजार करते हुए टीका लगवाने के साथ ही भारतवासियों को भारत में निर्मित वैक्सीन पर विश्वास दिलाया है।
हमारे मेडिकल साइंस पर पूरा देश गर्व महसूस कर रहा है।
— Vijay Rupani (@vijayrupanibjp) March 1, 2021
સીએમ રૂપાણીએ પણ કરી ટ્વીટ
સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદીએ સ્વયં એમ્સમાં જઈને રસી મૂકાવી અને બધાને પ્રેરિત કર્યા. મોદીજીએ પોતાના વારાની રાહ જોતા રસી મૂકાવી અને સાથે સાથે ભારતવાસીઓને ભારતમાં નિર્મિત રસી પર વિશ્વાસ અપાવ્યો છે. આપણા મેડિકલ સાયન્સ પર સમગ્ર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે.
પીએમ મોદીએ લીધી કોરોનાની રસી
અત્રે જણાવવાનું કે, પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે 'મે એમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.'
CM વિજય રૂપાણીના પત્નીએ પણ લીધી રસી
મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના પત્ની અંજલીબેન રૂપાણી (Anjali Rupani) એ પણ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ સિનિયર સિટીઝનને વેક્સિન લેવા માટેની અપીલ કરી હતી. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે ત્રીજા તબક્કામાં વેક્સીન લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે