CR Patil : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી બાદ હવે બીજેપીનો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી છે. બીજેપી હવે 2023ની ચૂંટણીની કામગીરીઓમાં લાગી ગયું છે, ત્યારે ગુજરાતને ઐતિહાસિક જીત અપાવનાર નવા રણનીતિકાર સીઆર પાટીલનું પ્રમોશન નક્કી માનવામાં આવી રહ્યું છે. બીજેપી પાટીલની આવડતનો ઉપયોગ લોકસભાની ચૂંટણી તથા અન્ય રાજ્યોની ચૂંટણીમાં કરી શકે છે ત્યારે 2023 માં સીઆર પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં બીજેપીને મોટી જીત અપાવનારા સીઆર પાટીલનું પ્રમોશન નક્કી હોવાનું માનવામાં આવે છે. જુલાઈ 2020 માં પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળનારા સીઆર પાટીલ નવસારીથી ત્રીજીવાર સાંસદ બન્યા હતા, તેના બાદ તેઓએ સતત બીજેપીને જીત અપાવી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. પાર્ટીને ઐતિહાસિક જીત મળી. ત્યારે હવે પાટીલને પ્રમોશન મળવાનું લગભગ નક્કી છે. પાર્ટી પાટીલને શું પ્રમોશન આપવા તેના પર વિચારી રહી છે. શુ પાટીલને મોટી જવાબદારી મળશે. તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. તેમને સંગઠનમાં મોટી જવાબદારી આપવાનું લગભગ નક્કી છે. તેમને કેન્દ્રીય ટીમમાં સ્થાન મળી શકે છે. અથવા તો કેન્દ્રમાં મંત્રી બનાવીને તેમને રાજકીય રીતે મહત્વના રાજ્યોનો ભાર સોંપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચા છે કે, પાટીલ હવે જેપી નડ્ડા સાથે મળીને કામ કરે અને બાદમાં પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળે. 


આ પણ વાંચો : 


કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી, પંચમહોત્સવમાં એવું તો શું થયું કે પોલીસ પહોંચી


અમદાવાદના મકાનમાં આગ લાગતો આખો પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળક આગમાં ભડથું


ટામેટાની ખેતી કરનારા થયા બરબાદ, ખેડૂતોને બમણી આવકના સરકારી વાયદા પોકળ સાબિત થયા


2023 માં પાટીલની ભૂમિકા શું રહેશે
પાટીલની 2023 માં ભૂમિકા ખાસ બની રહેશે. તેને લઈને શરૂઆતના દિવસોમાં જ સ્પષ્ટતા આવી જશે. રાજકીય માહોલમાં ચર્ચા છે કે, પાર્ટીના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 2024 ના ચૂંટણી સુધી પદ પર યથાવત રહેશે. તેના માટે તેમને મકરસંક્રાંતિની આસપાસ એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે. નડ્ડાનો કાર્યકાળ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આગામી મહિનામાં પૂરો થાય છે. નડ્ડા શરૂઆતમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને બાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. પાર્ટીમાં પાટીલને લઈને ચર્ચા છે કે, તેમની ક્ષમતાઓનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે. તેઓ કેન્દ્રીય મંત્રી બનીને રાજ્યોના પ્રભારી બને અથવા નડ્ડાની સાથે તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવે. 2024 બાદની સ્થિતિઓને લઈને નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો નિર્ણય લેવામા આવી શકે છે. પાટીલ ઉપરાંત ગુજરાતમાં પાર્ટીની શાનદાર જીતથી સંગઠનમાં મહામંત્રી રહેલા રત્નાકરનુ પ્રમોશન પણ નક્કી હોવાનું માનવામાં આવે છે. રત્નાકર ઉત્તર પ્રદેશના છે અને ગુજરાતના પ્રભાર પહેલા તેઓ બિહારની જવાબદારી સંભાળતા હતા.  


ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન, PM-CM એ શોક વ્યક્ત કર્યો