ટામેટાની ખેતી કરનારા થયા બરબાદ, ખેડૂતોને બમણી આવકના સરકારી વાયદા પોકળ સાબિત થયા

Tomato Farming In Gujarat : કપાસ બાદ ગુજરાતમાં ટામેટાની ખેતી કરનારા ખેડૂતોની માઠી દશા બેસી છે, માર્કેટમાં એટલો ભાવ પણ નથી મળતો કે ખેતીનો ખર્ચ કાઢી શકે
 

ટામેટાની ખેતી કરનારા થયા બરબાદ, ખેડૂતોને બમણી આવકના સરકારી વાયદા પોકળ સાબિત થયા

Gujarat Farmers : ગુજરાતમાં ખેતી કરીને જીવન નિર્વાહ કરનારા ખેડૂતોને રડવાનો વારો આવી રહ્યો છે. અનેક પ્રકારની ખેતી કર્યા બાદ ખેડૂતોની મુશ્કેલી એ છે કે તેઓને પૂરતા ભાવ મળી રહ્યા નથી. કપાસની ખેતી બાદ હવે ટામેટાની ખેતી કરનારા ખેડૂતો રડી રહ્યાં છે. આ ખેતી કરનારા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રડવાનો વારો આવ્યો છે. ટામેટાના મણના ભાવ સીધા 50 રૂપિયે પહોંચતા ખેડૂતોને 350 કરોડનો ફટકો પડ્યો છે. 

હાલ તમે માર્કેટમાં જશો તો ટામેટા 5 રૂપિયાથી લઈને 10 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. ગ્રાહકો માટે આ ભાવ ખુશીના સમાચાર છે, પરંતું ખેડૂતો માટે આ ભાવ બરબાદી છે. ગુજરાતમા ટામેટાંના ભાવ ગગડ્યા છે.  મણનો ભાવ માત્ર રૂા.૫૦ પહોંચતા ખેડૂતોની કફોડી દશા થઈ ગઈ છે. 

ગુજરાત સરકાર ખેડૂતોની બમણી આવક થશે તેવી ડીંગો હાંકવામાં આવી હાલ મણ ટામેટાનો ભાવ માત્ર રૂા. ૫૦ બોલાઇ રહ્યા છે. વાસ્તવિકતા એછેકે, જગતનો તાત આજે દુખી છે  અને ગુજરાતમાં ટાંમેટાંના ભાવ તળિયે પહોચ્યા છે.  ખેડૂતોને પાકની પડતર કિંમત પણ મળતી નથી અને નીચા ભાવે ટામેટા વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતો હવે ટેકાના ભાવે ટામેટાની ખરીદી કરવા માંગ કરી રહ્યા છે. 

રાજ્યમાં ૧.૮૪ લાખ હેક્ટરમાં ટામેટાનું વાવેતર થાય છે. હાલમાં  ખેડૂતો પડતર કિંમત કરતાં નીચા ભાવે ટામેટા વેચવા મજબૂર બન્યા છે.  ગુજરાતમા બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક હેક્ટરમાં ૩૫-૩૭ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. સિઝનની શરૂઆતમાં ટામેટાના સારા ભાવ મળ્યા હતાં. મણ ટામેટાનો ભાવ રૂ ૪૦૦-૫૦ મળતો હતો પણ અચાનક ભાવ ગગડતા ખેડૂતોની દશા કફોડી બની છે.

ગુજરાતમાં આઠેક મહિના પહેલા છૂટ બજારમાં કિલો ટામેટાનો ભાવ રૂા.૧૦૦ સુધી પહોંચ્યો હતો. ત્યારે ખેડૂતો ખુશ થયા હતા. પરંતુ હાલ શિયાળામાં બજારમાં રૂ.૧૫-૨૦ કિલો ટામેટા મળી રહ્યા છે, પણ ખેડૂતોએ માત્ર રૂા.૨-૩ કિલો ટમેટા વેચવા પડે છે. તેમના પુરતી કિંમત મળતી નથી. ખેડૂતોનું કહેવું છે કે, માર્કેટમાં ટામેટાના ભાવ પર નિયંત્રણ નથી. વચેટિયા વધુ કમિશન મેળવે છે જેથી ગ્રાહક સુધી પહોંચતા ટામેટા સહિત અન્ય  શાકભાજી મોંધી થઈ જાય છે. આજે ટામેટાના એક બિયારણની એક પડીકાનો ભાવ 1300 રૂપિયા છે. આમ હાલમાં બિયારણન ખર્ચ પણ નીકળે તેમ નથી. અમારો ખેતીનો ખર્ચ પણ નીકળતો નથી. 

રાજ્યમાં ત્રણેય સિઝનમાં કુલ મળીને ૯.૮૦ ૨૦ લાખ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. માત્ર શિયાળામાં જ ૧૫ લાખ ટામેટાંનુ ઉત્પાદન થાય છે. ખેડૂતો કહે છે કે, હાલ એ એક ટન ટામેટાનો ભાવ રૂા.૩ હજાર મળે છે જે વાસ્તવમાં રૂા.૧૦ હજાર મળવો જોઈએ. સરકારે ટેકાના ભાવે ટામેટાની ખરીદી કરવી જોઇએ. ઓછા ભાવ મળતા ખેડૂતોને રૂા.૩૫ કરોડનો ફટકો પડ્યો છે. છોટા ઉદેપુરના નસવાડી,સંખેડા અને કવાંટ સહિતના વિસ્તારમાં તો ખેડૂતો મોટી સંખ્યામાં ટામેટાનું ઉત્પાદન કરે છે.

ગત વર્ષે અહીં 1.58 લાખ હેક્ટરમાં ટામેટાંનું વાવેતર થયું હતું. મધ્ય ગુજરાતમાં પણ 8.30 લાખ ટન ટામેટાંનું ઉત્પાદન થાય છે. આમ અહીં ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. સરકાર ભલે મસમસોટ વાતો કરે પણ ખેડૂતોને પાકના ભાવ મળી રહ્યાં નથી એ વાસ્તવિક્તા છે. સિઝનની શરૂઆતમાં ટામેટાંના સારા ભાવ મળ્યા હતાં. ટામેટાંના ભાવ 400થી 500 મળતો હતો હાલમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news